ભારત પાકિસ્તાનના યુદ્ધની આશંકા વચ્ચે ઉઠવા લાગ્યો NO WARનો અવાજ, સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે #SayNoToWar

ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધતા જઈ રહ્યાં છે. બંને દેશમાં પોતાની આર્મી અને સૈન્ય તાકાતને લઈને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિ કદાચ વણસી શકે.

યુદ્ધના મોરચામાં અનેક સૈનિકો અને નાગરિકો ઘવાઈ જાય છે. એમ કહેવાય છે કે યુદ્ધ કરવાથી દેશનો વિકાસ વર્ષો સુધી પાછળ ધકેલાય જાય છે. દુનિયા ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંજોગો થઈ રહ્યાં તેની પર પોતાની ચાંપતી નજર રાખીને બેઠું છે. પાકિસ્તાનના આતંકવાદી પાલવાના વલણથી અનેક દેશોને પાકિસ્તાન સામે વાંધો છે. પાકિસ્તાન સામેની એર-સ્ટ્રાઈક બાદ ભારતે કહી દીધું કે આ પાકિસ્તાનની સેના વિરુદ્ધ કે તેના નાગરિકો વિરુદ્ધની લડાઈ નથી પણ આ લડાઈ આતંકવાદી પ્રવૃતિ વિરુદ્ધની છે.

લોકો ભારત અને પાકિસ્તાનમાં શહીદ થયેલાં પરિવારોના ફોટા મૂકીને યુદ્ધ ના થાય તેની અપીલ કરી રહ્યાં છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે નવા છમકલાં થઈ રહ્યાં હતા તે જગજાહેર છે પણ હવે બંને દેશની વાયુસેના સામ-સામે આવી ગયી છે ત્યારે વિશ્વમાં યુદ્ધની ભીંતી સેવાઈ રહી છે. આમ માત્ર ભારત અને પાકિસ્તાનના જ નહીં પણ આખા વિશ્વના લોકોએ આજે ટ્વિટરના માધ્યમથી એક હેશટેગ ટ્રેન્ડ કરાવ્યો છે જેમાં યુદ્ધ દરમિયાન મનુષ્ય અને નાગરિકોને કેવી યાતના ભોગવવી પડે છે. જે પરિવારમાં જવાનો શહીદ થાય તેની પરિસ્થિતિ કેવી થાય છે તેની લાગણીઓ દર્શાવીને ભારત-પાકિસ્તાનને વિનંતી કરવાનો પ્રયત્ન કર્યો છે યુદ્ધ થવું ન જોઈએ.

READ  ચૂંટણી તૈયારીઓ છોડી ‘બૅંડ બાજા બારાત’ની તૈયારીમાં વ્યસ્ત થયો હાર્દિક, માંડવો બંધાયો, 26 જાન્યુઆરીએ ગણેશ પૂજન અને પીઠી : જુઓ VIDEO

[yop_poll id=1875]

Meet braveheart woman who tried to save bus accident victim , Ahmedabad | Tv9GujaratiNews

FB Comments