ઈન્ટરનેટમાં ક્રાંતિ લાવનાર વલ્ડૅ વાઈડ વેબ(WWW) થયું 30 વર્ષનું, જાણો તેના વિશેની રસપ્રદ વાતો

આજથી 30 વર્ષ પહેલા વલ્ડૅ વાઈડ વેબ(WWW)ની શરૂઆત થઈ હતી. સર ટીમ બર્નર્સ લીએ વેબને લોન્ચ કર્યુ હતુ અને પ્રથમ વેબ ક્લાઈન્ટ સર્વર અને સર્વર તૈયાર કર્યા હતા.

તમે જાણતા હશો કે સર ટિમ બર્નર્સે વલ્ડૅ વાઈડ વેબની શરૂઆત કરી હતી પણ હવે તેમને ઈન્ટરનેટના વિશે ઘણી એવી વાતો કરી છે કે જેનાથી તમે પરેશાન થઈ શકો છો. ઈન્ટરનેટનો ખોટો ઉપયોગ અને ડેટા ચોરીની વાત કરી છે. તેને તમે Dynamite તરીકે લઈ શકો છો. આલ્ફ્રેડ નોબેલે ડાયનામાઇટની શોધ કરી હતી, પણ તેનું કારણ માઈનિંગ હતું પણ ડાયનામાઈટનો ખોટો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે તેવી રીતે વલ્ડૅ વાઈડ વેબ એટલે કે ઈન્ટરનેટ છે.

સર ટીમે કહ્યું કે કેમ્બ્રિજ એનાલિટીકા કૌભાંડ પછી લોકોને જાણ થઈ કે તેમનો ડેટા કેવી રીતે વાપરી શકાય છે પણ તેમનુ એ પણ માનવું છે કે હેકિંગ, ડેટાચોરી અને ખોટી જાણકારીઓથી લડી શકાય છે. WWWના વેબ ડિઝાઈનર ટિમ બર્નર્સ લીએ કહ્યું કે હાલના સમયમાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓ માટે વધારે સારૂ નથી રહ્યું. ઈન્ટરનેટના 30 વર્ષ પુર્ણ થવા પર સર ટિમે એક પત્ર જાહેર કર્યો તેમાં જણાવ્યુ કે કેવી રીતે ઈન્ટરનેટે દુનિયા બદલી છે અને સારૂ વેબ બનાવવા માટે જે મનુષ્ય માટે શું કરવું પડશે.

સર ટિમ બર્નર્સ લીએ આ સોર્સ જણાવ્યા જે વેબને પ્રભાવિત કરી રહ્યાં છે.

1.રાજ્ય સ્પોટેડ હેકિંગ અને હુમલાઓ, ક્રિમિનલ બિહેવિયર અને ઓનલાઈન હેરાનગતિ

2.એવી સિસ્ટમ ડિઝાઈન જે વપરાશકર્તાના મૂલ્યની કાળજી નથી રાખતી.

સર ટિમ બર્નર્સ લીના લેટરમાં લખ્યું છે કે ઈન્ટરનેટ અને મનુષ્ય માટે જાહેરાત આધારિત મોડલ સારૂ નથી. ફેસબુક અને ગૂગલ એક જેવી જ જાહેરાત આધારિત મોડલ પર કામ કરે છે. સીધી રીતે જ ટિમ બર્નર્સ-લીએ કોઈ ચોક્કસ કંપનીને લક્ષ્ય બનાવી ન હતી, પરંતુ તેમને જે કહ્યું હતું તે સ્પષ્ટ હતું.

Top News Stories From Gujarat :22-07-2019 | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

કોંગ્રેસને ગુજરાત પછી મહારાષ્ટ્રમાં પણ લાગ્યો મોટો ફટકો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસના વિપક્ષ નેતાનો પુત્ર જ જોડાયા ભાજપમાં

Read Next

ગાંધી આશ્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લખ્યું, ‘અમારા નેતાને જીવંત રાખવા બદલ આભાર ‘

WhatsApp પર સમાચાર