વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થતાં વલ્ડૅકપ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) કમેન્ટેટર્સની યાદી જાહેર કરી દેવામાં આવી છે સાથે જ બ્રોડકાસ્ટ રણનીતિ પણ તૈયાર કરી લેવામાં આવી છે. આ યાદીમાં કુલ 24 લોકોના નામ છે.

આ યાદીમાં ભારતમાંથી સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષ ભોગલેના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમને કમેન્ટ્રી પેનલમાં જગ્યા મળી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાયેલા છેલ્લા વલ્ડૅકપમાં ઓસ્ટ્રેલિયાને 5મો વલ્ડૅકપ અપાવનારા કેપ્ટન માઈકલ કલાર્ક પણ આ વખતે કોમેન્ટ્રી કરતા નજરે આવશે.

 

READ  નકલી ડોકટરથી સાવધાન! સાબરકાંઠામાં બોગસ તબીબ પ્રેક્ટીસ કરતો હોવાનો થયો પર્દાફાશ

આ 24 કમેન્ટેટર્સ ના નામ છે યાદીમાં સામેલ

માઈકલ ક્લાર્ક, માઈકલ સ્લેટર, સૌરવ ગાંગૂલી, હર્ષ ભોગલે, માર્ક નિકોલસ, નાસિર હુસૈન, ઈયાન બિશપ, મેલ જોન્સ, પોમી મબાંગ્વા, કુમાર સંગાકારા, રમીજ રાજા, સાઈમન ડુલ, સંજય માંજરેકર, અતહર અલી ખાન, શોન પોલોક, આશા ગુહા, ઈયાન વાર્ડ, માઈક આથર્ટન, એલિસન મિશેલ, માઈકલ હોલ્ડિંગ, ઈયાન સ્મિથ, બ્રેડન મેક્કુલમ, ગ્રીમ સ્મિથ અને વસીમ અકરમના નામ સામેલ છે.

READ  ઈંગ્લેન્ડની ભૂલને કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ના થઈ શકી મેચ, હવે શું કરશે ઈંગ્લેન્ડ!

આ પણ વાંચો: SPL: ગોહિલવાડ ગ્લેડિયેટરની ટીમની 136 રનમાં ઓલઆઉટ, હાલાર હિરોઝનો સતત બીજો વિજય

વલ્ડૅકપની સેમીફાઈનલ-1ની મેચ 9 જુલાઈના રોજ ઓલ્ડટ્રૈફર્ડમાં રમાશે. જ્યારે સેમીફાઈનલ-2 એજબેસ્ટનમાં 11 જુલાઈના રોજ રમાશે અને ફાઈનલ મેચ 14 જુલાઈના રોજ લોર્ડસમાં રમાશે.

 

Oops, something went wrong.
FB Comments