દુનિયાના સૌથી મોટા વિમાને ભરી પહેલી ઉડાન

દુનિયાના સૌથી મોટા વિમાને તેની પહેલી ઉડાન પૂરી કરી લીધી છે. તેમાં બોઈંગ 747ના 6 એન્જિન લગાવવામાં આવ્યા છે. આ વિમાનના પાંખ્યા 385 ફુટ લાંબા છે.

આ વિશાળ વિમાને તેની પહેલી ઉડાન ભરી હતી. નિષ્ણાંતો જણાવ્યા મુજબ આ વિમાનની મદદથી સીધા સ્પેસમાં રોકેટ લોન્ચ કરી શકાશે. ત્યારબાદ રોકેટ સેટેલાઈટને સ્પેસમાં સ્થાપિત કરશે.

 

READ  રણવીરનો આ રોમાંચક Video આપે ક્યારેય નહીં જોયો નહીં હોય, વિચારો છો શું ? CLICK કરો અને જોઈ નાખો

હાલના સમયમાં ટેક ઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને મોકલે છે. તેના પ્રમાણમાં ઉપગ્રહોને મોકલવામાં આ વિકલ્પ વધારે સારો રહેશે. આ વિમાનનું નિર્માણ સ્કેલ્ડ કમ્પોઝિટસ નામની એક એન્જિનીયરિંગ કંપનીએ કર્યુ છે. સ્ટ્રેટોલોન્ચ નામની કંપનીએ તેને બનાવ્યુ છે. આ કંપની દુનિયાની સૌથી મોટી સોફટવેર નિર્માતા કંપનીઓમાંથી એક માઈક્રોસોફટના સહ સંસ્થાપક પોલ એલને 2011માં બનાવી હતી.

કંપનીએ ટ્વિટ કરીને જણાવ્યું કે સ્ટ્રેટોલોન્ચ વિમાને 2.5 કલાક માટે 189 માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી હતી. ત્યારે કંપનીના CEO જીન ફ્લુઈડે કહ્યુ કે આજે પહેલી ઉડાનથી અમારા મિશનને ખુબ મજબૂતાઈ મળી છે. વિશ્વાસ છે કે અમે હવે રોકેટ લોન્ચના અન્ય વિકલ્પ આપી શકીશુ.

READ  સુરતના પીપોદરા GIDCના ગોડાઉનમાં આગ, જુઓ VIDEO

 

Foreign exchange office employee duped of Rs 7 lakh, Ahmedabad | Tv9GujaratiNews

FB Comments