VIDEO: વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરા’નું માર્ચ 2020માં થશે ઉદ્ઘાટન, આ બે ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ શકે

World's largest stadium, Motera cricket stadium will be ready for inauguration by March 2020 world nu sauthi motu cricket stadium motera nu march 2020 ma thase udghatan aa 2 team vache pratham match ramai shake

બહુપ્રતિક્ષિત મોટેરા સ્ટેડિયમને લઈને સારા સમાચાર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એવું મોટેરા સ્ટેડિયમ માર્ચમાં બનીને તૈયાર થઈ જશે અને માર્ચમાં જ તેનું ઉદ્ઘાટન પણ થશે. ત્યારે માર્ચમાં મેચના આયોજનને લઈને પણ BCCIએ નિર્ણય લઈ લીધો છે. એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન મેચ આ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે.

 

મહત્વનું છે કે 700 કરોડના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે અને સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકોની બેઠક વ્યવસ્થા છે. સ્ટેડિયમમાં 78 જેટલા VIP બોક્સ હશે, આટલા VIP બોક્સ વિશ્વના કોઈપણ સ્ટેડિયમમાં નથી. આ ઉપરાંત અહીં બેન્કવેટ હોલ, 4 ટીમ સમાઈ શકે તેટલા ડ્રેસીંગ રૂમ, ક્લબ હાઉસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ હશે. આ મુખ્ય ગ્રાઉન્ડ ICCના નિયમો મુજબ બનાવાયુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: વલસાડમાં ભારે વરસાદથી સરીગામ બાયપાસ પર પાણી ફરી વળ્યા, 4 વાહન ચાલકોને ડૂબતા બચાવી લેવાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ સિવાય પણ બે નાના ગ્રાઉન્ડ અહીં બની રહ્યાં છે, જેમાં રણજી કે કાઉન્ટી અને સ્કૂલ કક્ષાની મેચો રમી શકાય. અહીં 2 હજાર કરતાં પણ વધુ કારનું પાર્કિગ પણ બનાવાયુ છે અને મલ્ટીલેવલ એન્ટ્રી ડિઝાઈન કરવામાં આવી છે.

READ  ચીનાઓને મોટો ઝટકો, મોબાઈલ એપ્લીકેશનનાં ડાઉનલોડમાં મોટો ઘટાડો, જોહરાત મળવાની પણ બંધ થઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments