જો આ 4 રાશિઓમાંથી તમારી કોઈ એક રાશિ છે, તો તમારા પર આ વર્ષે થશે રૂપિયાનો વરસાદ, દટાયેલું ધન પણ મળી શકે!

વર્ષ 2019માં કેટલાક ખાસ રાજયોગ બની રહ્યાં છે કે જેના પગલે 12 રાશિઓમાંથી 4 રાશિઓના જાતકો માટે આ વર્ષ અત્યધિક ખાસ રહેવાનું છે.

વર્ષ 2019 આ ચાર રાશિઓના જાતકોને માત્ર આરામ કે નવી-નવી સુવિધાઓ નહીં આપે, પણ સાથે-સાથે અમર્યાદિત દોલત પણ આપશે. તેના પગલે આ રાશિઓના જાતકો માટે આ વર્ષ કરોડપતિ બનાવનારું સાબિત થાય, તેવું જણાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આકાશમાં પોતાની ચાલોમાં બદલાવ લાવી રહેલા ગ્રહો કેટલાક કાસ પ્રકારના યોગો 2019માં બનાવશે. તેના કારણે મેષ, સિંહ, તુલા અને કુંભ રાશિના લોકોના ભાગ્ય ચક્રમાં અચાનક મોટો બદલાવ આવી શકે છે.

ગ્રહોની ચાલ મુજબ આ રાશિના જાતકોને લૉટરી લાગી શકે કે પછી ક્યાંકથી પૈતૃક અથવા ક્યાંક દટાયેલા ધનની પણ પ્રાપ્તિ થઈ શકે છે. સૌથી વધુ ફાયદો કુંભને થશે, ત્યાર બાદ તુલા, સિંહ અને મેષનો નંબર આવે છે. આ ચારેય રાશિના જાતકોને આ વર્ષે અનેક ખુશખબરીઓ પણ મળશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

મેષ રાશિ :

વર્ષના પ્રારંભે આપની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ હાલમાં આપના ખર્ચાઓમાં વધારો થશે. જૂન-જુલાઈમાં આપનો કારોબાર ગતિ પકડશે કે જેથી આપને આર્થિક ફાયદો થશે.

આપને વિદેશી સંબંધોમાંથી આર્થિક ફાયદો થવાની પ્રબળ સંભાવના છે. આ સમયે આપનો આંતરરાષ્ટ્રીય કારોબાર સફળ રહેશે અને તેના વિસ્તરણની પણ શક્યતા છે. કોઇક મલ્ટી નેશનલ કંપની સાથે આપનો કરાર થઈ શકે કે જેનાથી આપની આવકમાં ગુણાત્મક વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે.

આ પણ વાંચો : કેવી છે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક’? સેનાની જાંબાઝીનો જોશ કે ઓવરડોઝ ? ફિલ્મના અંતે શું મળશે સરપ્રાઇઝ ?

માર્ચ-એપ્રિલ અને નવેમ્બર-ડિસેમ્બરનો સમય આર્થિક જીવન માટે શાનદાર રહેવાનો છે. આ દરમિયાન આપને વિવિધ સ્રોતોમાંથી ઉચ્ચ લાભ મળવાની પ્રબળ શક્યતા છે.

સિંહ રાશિ :

આ રાશિના જાતકો માટે આ વર્ષ સારું સાબિત થશે. કૅરિયરના ક્ષેત્રે નવી ઓળખ અને સફળતા મળશે. આપની આર્થિક પરિસ્થિતિ પણ આ વર્ષે મજબૂત રહેવાની છે. બીજી બાજુ પ્રેમ અને વૈવાહિક જીવન સરેરાશ રહેશે.

આપના પારિવારિક જીીવન માટે આ વર્ષ શાનદાર રહેશે. પરિવારમાં શાંતિનો માહોલ રહેશે. સાથે જ ઘરમાં ખુશીઓ આવશે. આપને પૈતૃક કે દટાયેલું ધન મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

એપ્રિલ-મેનો સમય આપના માટે શુભ સંકેત આપી રહ્યો છે. આ સમયે આર્થિક ક્ષેત્રે મોટો ફાયદો મળી શકે છે.

આ પણ વાંચો : એક ખબર કે જેણે મોરારજીનું સપનું કર્યું ચકનાચૂર અને શાસ્ત્રીને બનાવી દિધાં ભારતના ‘લાલ’, શું હતી એ ખબર ? જાણવા માટે અહીં CLICK કરો

આ દરમિયાન આપની આવક વધશે, વેપારમાં નફો વધશે. આપ ભવિષ્ય માટે આર્થિક યોજનાઓ તૈયાર કરશો. મે બાદ જૂન તથા સપ્ટેમ્બર અને ડિસેમ્બરના મહિનઓમાં પણ આપને ભરપૂર આર્થિક લાભ મળવાના પ્રબળ યોગ જણાઈ રહ્યાં છે.

તુલા રાશિ :

રોકાયેલા નાણા મળવાની શક્યતા છે. અચાનક ફાયદો થઈ શકે છે. બિઝનેસમાં નવા સોદાઓ થશે. આપનો આત્મવવિશ્વાસ વધશે. આપ નવી શરુઆત કરવામાં સફળ થશો. પોતાના કામકાજ અને કાર્યક્રમોને વ્યવસ્થિત કરવા પર ધ્યાન આપો.

જે પણ કામ આપ ઘણા દિવસોથી ટાળી રહ્યા છો, તેને પતાવી લો. પારિવારિક સુખ અને સંતોષ રહેશે. કેટલાક ખાસ લોકો આપના માટે મદદગાર થઈ શકે. કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ શકે છે. સલાહ કે મદદ માટે કેટલાક લોકો આપનો સંપર્ક કરી શકે છે.

કુંભ રાશિ :

સિતારાઓની સ્થિતિ આપના માટે ખાસ હોઈ શકે છે. કેટલાક નવા લોકો આપની સાથે જોડાઈ શકે છે. આપ બોલવાની જગ્યાએ સાંભળવા પર ખાસ ધ્યાન આપો. તેનાથી આપને જરૂરી વાતો ખબર પડી શકે છે. રોકાયેલા કામો પૂરા થવાના યોગ બની રહ્યાં છે.

ગોચર કુંડલીના દસમા ભાવનું ચંદ્ર આપના માટે સારું હોઈ શકે છે. સામાજિક અને સામૂહિક કાર્યો માટે લોકો સાથે મુલાકાત થઈ શકે. આપ સક્રિય રહેશો. પ્રતિસ્પર્ધા જેવી પરિસ્થિતિ પણ બની શકે છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Monsoon 2019: Gujarat likely to receive heavy rain showers from July 28, predicts MeT Dept| TV9News

FB Comments

TV9 Web Desk7

Read Previous

કેવી છે ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક’? સેનાની જાંબાઝીનો જોશ કે ઓવરડોઝ ? ફિલ્મના અંતે શું મળશે સરપ્રાઇઝ ?

Read Next

દરેક ગુજરાતી ઘરમાં જોવામાં આવતા જેઠાલાલનું જોડાઈ ગયું સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સાથે નામ : જુઓ Video

WhatsApp પર સમાચાર