રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું

માર્ચ મહિનાના અંતથી જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને અંગ દઝાડે તેવો તાપ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40ને પાર નીકળી ગયો છે. ત્યારે કાળઝાળ ગરમીને કારણે આગામી દિવસો માટે રાજકોટ મહાનગરપાલિકાએ યલો એલર્ટ જાહેર કર્યું છે.

પાલિકાએ લોકોને તડકામાં કાળજી રાખવાની સલાહ આપી છે. રાજકોટ મ્યુ.કમિશનરે કહ્યું છે કે, આગામી ત્રણથી ચાર દિવસમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે. આકરી ગરમીને કારણે મોટાભાગના શહેરો બપોર બાદ સૂમસાન લાગી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન આવી રહ્યો છે.

READ  VIDEO: જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના ઠેકાણાઓ પર દરોડા, ફેમા હેઠળ કાર્યવાહી

આ પણ વાંચો : BreakingNews : આખરે પહેલી વખત રાહુલ ગાંધી બે બેઠકો પરથી ચૂંટણી લડવાનું કર્યું નક્કી, શા માટે અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષે કરી પસંદ ?

આગામી બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, વડોદરા, કચ્છ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં હીટવેવની સ્થિતિ બની રહેશે. જેને જોતાં તમામ સ્થાનો પર તંત્રએ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે.

READ  VIDEO: અમદાવાદના ગણેશ જીનેસીસ ઈમારતના છઠ્ઠા ફ્લોર પર ભીષણ આગ, 15 લોકોનું રેસ્ક્યૂ

ગરમીથી બચવા શું કરવું ?

હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે, ગરમીમાં તમામ લોકોએ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તરસ ન લાગી હોય તો પણ પુષ્કળ માત્રામાં પાણી પીવું. ઓઆરએસ, લીંબુ પાણી, લસ્સી, છાશ, વરિયાળી શરબત વગેરેનું સતત સેવન કરવું. આછા રંગના, હળવા સુતરાઉ કપડા પહેરવા. બહાર નીકળતા સમયે ટોપી, છત્રી, સ્કાર્ફ, ગોગલ્સનો ઉપયોગ કરવો. તેમજ ફિલ્ડમાં ફરનારા લોકોએ સમયાંતરે છાયડામાં આરામ કરી લેવો. બપોરે 12થી 3 વાગ્યા સુધી તડકામાં ન નીકળવું. રસોઈ કરતા સમયે બારી દરવાજા ખુલ્લા રાખવા. ખાવામાં ચા-કોફી કે અન્ય ગરમ પીણાં, તથા વાસી અને તળેલા ખોરાકનો ઉપયોગ ઓછો કરવો.

READ  Guj Assembly Polls 2017 : Home Ministry dept orders IB Political wing to find out voters mood - Tv9

રાજ્યોના તાપમાન :-

અમદાવાદ- 41.1
ડીસા- 40.4
ગાંધીનગર- 40.6
વડોદરા- 40.6
સુરત- 39.4
અમરેલી- 41.2
રાજકોટ- 41.2
સુરેન્દ્રનગર- 41.5
ભૂજ- 41.2
આણંદ- 39.9
ભાવનગર- 39.2

VVIP rooms prepared in Civil hospital ahead of Namaste Trump event in Ahmedabad| TV9News

FB Comments