Video: ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણ ઠાકોરે કરી ફરી વિવાદિત ટિપ્પણી

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણ ઠાકોર વિવાદો બાદ વિવાદ સર્જી રહ્યા છે. દીકરીઓનો દૂધ પીતિ કરવાનો વિચાર તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ તેમણે એવું કહ્યું કે, તેમનો ફોન અન્ય કોઈએ લઈને પોસ્ટ કરી દીધી હતી. થોડા સમય બાદ તેમણે પોસ્ટને ડિલીટ કરી દીધી પરંતુ જ્યારે ટીવીનાઈને રિપોર્ટરે તેમના આ અંગે વિચાર પૂછ્યા તો ઉત્સાહમાં આવી તેમણે સ્વિકાર કરી દીધો કે, સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ તેમણે જ મુકી હતી.

READ  જાણો સાનિયા મિર્ઝાએ કેમ કહ્યું- હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની માતા નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવઘણ ઠાકોર મક્કમતાથી સ્વિકારે છે કે, આ પોસ્ટ તેમણે જ કરી હતી. જો કે, અત્યાર સુધી તેઓ એ જ દલીલ કરતાં રહ્યા હતા કે પોસ્ટ તેમણે કરી નથી. આ કબૂલાત સાબિત કરે છે કે પોસ્ટ કરનારા નવઘણ ઠાકોર જ હતા. પરંતુ વિવાદ વધ્યો એટલે તેમણે કમેન્ટ ડિલીટ કરી અને વાતને ફેરવી દીધી.

READ  રાહુલ ગાંધીના રાજીનામા બાદ રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયામાં જુઓ શું લખ્યું

આ પણ વાંચો: બસપાના વડા માયાવતીના ભાઈની 400 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત

નવઘણ ઠાકોર પોતાને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન ગણાવે છે પરંતુ આ વિવાદ બાદ તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આવી માનસિકતા બાદ વિવાદોના ઘેરામાં તેઓ આવ્યા છે અને ચારેબાજુથી ટીકાઓનો વરસાદ તેમના પર થઈ રહ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સાબરકાંઠાની મેઘરજ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

[yop_poll id=”1″]

FB Comments