અયોધ્યા કેસના ચૂકાદાના લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી, કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા આદેશ

અયોધ્યા વિવાદને લઈને ફેંસલો આવી શકે છે. ભારતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ફેંસલાના સમયે દરેક રાજ્યને સુરક્ષા માટે સર્તક રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  શરદી અને ઉધરસને મિનિટોમાં જ મટાડશે આ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

આ બાજુ ખાસ કરીને અયોધ્યામાં કોઈ વિવાદ ન સર્જાય તે માટે દરેક વિસ્તારમાં ફોર્સને તૈનાત કરવામાં આવી છે. ડ્રોન વડે અયોધ્યા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે શાંતિ અને સૌહાર્દનો માહોલ જાળવી રાખે.

READ  અયોધ્યા મામલે સમગ્ર સુનાવણી 18 ઓક્ટોબરે પૂરી થઈ શકે છે, CJI રંજન ગોગોઈએ આપ્યા આ સંકેતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નાની-નાની કમિટીઓ બનાવીને કરવામાં આવી રહી શાંતિની અપીલ

દરેક વિસ્તારમાં નાની નાની શાંતિ કમિટી બનાવવામાં આવી રહી છે. આ કમિટિ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. લોકોને શાંતિ અને પ્રેમનું વાતાવરણ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

READ  World Cup 2019ના ફાઈનલમાં એન્ટ્રી ન મળ્યા બાદ ઈંગ્લેન્ડમાંથી રોહિત શર્મા ટીમને છોડીને ભારત આવી ગયા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ક્યારે આવી શકે છે ફેંસલો?
અયોધ્યા વિવાદ ભારતના એક મોટા વિવાદમાંથી એક છે. દેશ અને દુનિયાની આ કેસ પર નજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા 18 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યાં છે અને તેના લીધે 18 નવેમ્બર પહેલાં આ ફેંસલો ગમે ત્યારે આવી જશે. સુરક્ષાના કારણોસર રાજ્યોને ગૃહ મંત્રાલય દ્વારા એડવાઈઝરી મોકલવામાં આવી છે.

READ  અયોધ્યા કેસ: સુપ્રીમ કોર્ટમાં રામ ચબૂતરાને મુસ્લિમ પક્ષે માન્યુ ભગવાન રામનું જન્મસ્થળ

 

Oops, something went wrong.
FB Comments