એગ્ઝિટ પોલ મુજબ ભાજપ ફરી આવશે સત્તામાં છતા પણ UPના CM યોગીએ છીનવી તેના જ મંત્રીની ખુરશી

લોકસભા ચૂંટણીના પરિણામો 23મેના રોજ જાહેર થશે પરંતુ એગ્ઝિટ પોલ આવી ગયા છે અને તેના આધારે દેશની રાજનિતીમાં હલચલ મચી ગઇ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી એકશન મોડમાં જોવા મળ્યા છે. તેમણે UPના રાજ્યપાલ રામ નાઇકને તેમના મંત્રી મંડળના ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી છે. આ નિર્ણયનું રાજભરેએ પોતે જ સ્વાગત કર્યુ છે.

 

 

રાજભર હાલ યોગી સરકારમાં પછાત વર્ગ કલ્યાણ તેમજ દિવ્યાંગ જન કલ્યાણ મંત્રી છે. છેલ્લાં ઘણાં સમયથી રાજભર ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ નિવેદનો આપતા રહ્યાં છે જેની ઘણી ટીકા પણ થઈ છે. રાજભરે એવા પણ નિવેદનો આપ્યાં છે કે જેનાથી ભાજપ માટે મુશ્કેલી ઉભી થાય. તેઓ સપા અને બસપાની તરફેણમાં બોલી રહ્યાં હતા.

 

આ પણ વાંચો: એગ્ઝિટ પોલમાં મોદી સરકારના આગમનના અનુમાનથી શેરબજારમાં બંપર ઉછાળો

 

ઓપી રાજભરના જે નેતાઓને રાજ્યમાં મંત્રી પદનો દરજ્જો અપાયો હતો તેને યોગી આદિત્યનાથે પરત લેવાની ભલામણ કરી છે. રાજભરની સાથે સાથે તેમના પુત્ર અરવિંદ રાજભરને પણ નિગમના અધ્યક્ષ પદેથી બરતરફ કરાયાં છે. ઓમપ્રકાશ રાજભરની પાર્ટીના અન્ય સભ્યને વિભિન્ન નિગમ અને પરિષદોમાં અધ્યક્ષ તેમજ સભ્યપદેથી તાત્કાલિક પ્રભાવથી હટાવવામાં આવ્યાં છે.

 

Mumbai : Errors in Std. 2nd mathematics book erupts controversy | Tv9GuajratiNews

 

ઓપી રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી 2017ના વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ સાથે જોડાઇ હતી પરંતુ જ્યારથી UPમાં ભાજપની સરકાર બની છે ત્યારથી ઓમ પ્રકાશ રાજભર સરકાર વિરૂદ્ધ નિવેદનો આપે છે.

FB Comments

TV9 Webdesk13

Read Previous

એગ્ઝિટ પોલ ભલે મોદી સરકારની તરફેણમાં હોય પણ તેમાં આ વાત જાણીને કોંગ્રેસે ખુશ થવાની જરુર છે

Read Next

દિગ્ગજ નેતા ઉમર અબ્દુલ્લા હવે 3 દિવસ સુધી TV અને સોશીયલ મીડિયા પર નહીં દેખાય, જાણો કેમ?

WhatsApp પર સમાચાર