લાંચ કેસમાં ભાગેડુને મદદ કરનારા પણ જશે જેલમાં, ગુજરાત ACBની કડક કાર્યવાહી

લાંચિયા બાબુઓ વિરુદ્ધ કડક બનેલું ગુજરાત ACB હવે વધુ એક કડક કાર્યવાહી તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ACBએ કરવામાં આવેલ અલગ અલગ કેસોમાં લાંબા સમયથી ફરાર 10 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાંથી કલમ 70 મુજબ ધરપકડ વોરંટ મેળવ્યા છે અને અન્ય 26 જેટલા આરોપીઓ વિરુદ્ધ રાજ્યની વિવિધ ACB કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવવા માટે કાનૂની કાર્યવાહી  કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જે 10 લોકો વિરુદ્ધ ACB દ્વારા ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યા છે તેમાં જેતપુરના DYSP જે. એમ ભરવાડનો પણ સમાવેશ થાય છે. કલમ 70 મુજબનું વોરંટ રદ્દ કરવા માટે જે.એમ ભરવાડે હાઇકોર્ટમાં દાદ માંગી હતી. હાઇકોર્ટે દાદ ફગાવતા ભરવાડે સુપ્રિમકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેની સામે અમે પણ સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મુકીશું તેવું ગુજરાત ACBના આસિસ્ટન્ટ ડાયરેકટર ગંભીરસિંહ પઢેરિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
ACBએ  ભાગેડુઓ વિરુદ્ધ તો કડક કાર્યવાહી શરૂ કરો દીધી છે પરંતુ તેઓને આશરો આપનાર અને મદદ કરનાર વિરુદ્ધ પણ આઈપીસીની જોગવાઈઓ મુજબ ગુનેગારને મદદ કરવાના આરોપસર ધરપકડ સહિતની કાર્યવાહી કરવાની ચીમકી ACBએ ઉચ્ચારી છે. જે.એમ ભરવાડની સામે 8 લાખ રુપિયાની લાંચ લેવાની બાબતનો કેસ ચાલે છે. તેઓ વોરંટ રદ કરાવવા જઈ રહ્યાં તો સરકારી એજન્સી પણ તેમની વિરુદ્ઘમાં પોતાનો પક્ષ રાખવા માટે તૈયાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ડૉ. હર્ષવર્ધનને એવું તો શું ટ્વિટમાં લખી દીધું કે સુષ્મા સ્વરાજે કરવો પડ્યો ખૂલાસો!

FB Comments