મિત્રો સાથે Netflixનો પાસવર્ડ શેર કર્યો હોય તેવા લોકો માટે Bad News, તાત્કાલિક પાસવર્ડ બદલી નાખો નહીં તો પડશો મુશ્કેલીમાં

હવે નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમ વીડિયો જેવી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસનો પાસવર્ડ મિત્રો સાથે શેર કરવો મુશ્કેલીભર્યું સાબિત થશે.

લાસ વેગાસમાં ચાલી રહેલા કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક શોમાં વીડિયો સોફ્ટવેર પ્રોવાઈડર કંપની સિનામીડિયાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર આધારિક એક સિસ્ટમ રજૂ કરી છે જેની મદદથી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ આપનારી કંપની યૂઝરના અકાઉન્ટને ટ્રેક કરી શકશે. કંપની પ્રમાણે, આ સોફ્ટવેરને એ પણ ખબર પડી જશે કે કયા યૂઝર લૉગ-ઈન છે અને તેમણે પોતાનું અકાઉન્ટ અને પાસવર્ડ ક્યાં શેર કર્યો છે.

પાસવર્ડ શેરિંગથી કંપનીઓને નુક્સાન

હાલમાં જ રિસરચ ફર્મ મેગિડે પોતાના રિસર્ચમાં દાવો કર્યો હતો કે 26% લોકો વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસનો અકાઉન્ટ-પાસવર્ડ બીજા લોકો સાથે શેર કરે છે. ત્યાં બીજી બાજુ પાર્ક્સ એસોસિએટે પોતાના રિસર્ચમાં અનુમાન લગાવ્યું હતું કે અકાઉન્ટ-પાસવર્ડ શેરિંગના કારણે 2021 સુધી પે-ટીવીની રેવન્યૂમાં 9.9 બિલિયન ડૉલર અને ઓવર-ધ-ટોપ (OTT)ની રેવન્યૂમાં 1.2 બિલિયન ડૉલરનું નુક્સાન થઈ શકે છે.

હવે ખબર પડી શકશે કે યુઝરે પોતાનું અકાઉન્ટ ક્યાં અને કોની સાથે શેર કર્યું છે?

  • સિનામીડિયાનું કહેવું છે કે આ સોફ્ટવેરની મદદથી કંપનીઓ પોતાના નુક્સાનમાં ઘટાડો કરી શકશે. કંપનીના પ્રમાણે, આ સોફ્ટવેર અકાઉન્ટ-પાસવર્ડ શેરિંગ એક્ટિવિટી પર નજર રાખવા બિહેવિયરલ એનાલિટિક્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરે છે.
  • કંપનીનું કહેવું છે કે AI આધારિત આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કંપનીઓ નક્કી કરી શકશે કે એક અકાઉન્ટને કેટલા યૂઝર્સ વાપરી શકે છે જેથી યૂઝર પોતાનું અકાઉન્ટ-પાસવર્ડ પોતાના પરિવાર સાથે શેર કરી શકે.
  • તે ઉપરાંત, કોઈ પણ પ્રકારની ગફલત રોકવા માટે આ સોફ્ટવેર સબ્સ્ક્રાઈબર ડેટાબેઝ પર નજર રાખશે. કંપની પ્રમાણે, તેનાથી માલૂમ કરી શકાશ કે અકાઉન્ટનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ રહ્યો છે.
  • કંપનીએ સમજાવ્યું કે ઉદાહર તરીકે સ્ટ્રીમિંગ સર્વિસ કંપનીઓ આ સોફ્ટવેરથી માલૂમ કરી શકશે કે યૂઝર પોતાના અકાઉન્ટનો ઉપયોગ પોતાના જ ઘરે કરી રહ્યાં છે કે નહીં. સાથે જ પરિવાર સિવાય, કોઈ અન્ય વ્યક્તિના અકાઉન્ટ-પાસવર્ડ શેર કરવાની જાણકારી પણ આ સોફ્ટવેરથી મળી જશે.

આવી રીતે રોકાશે પાસવર્ડ શેરિંગ

  • કંપની પ્રમાણે, AI આધારિત આ સોફ્ટવેરની મદદથી યૂઝરનું લોકેશન અને યૂસેજ પેટર્નને ટ્રેક કરી શકાશે.
  • પાસવર્ડ શેરિંગના આધારે યૂઝરને 1થી 10 સુધીનું રેટિંગ મળશે. 1નો અર્થ હશે કે યૂઝરે કોઈની સાથે પાસવર્ડ શેર નથી કર્યો ત્યાં 10નો મતલબ હશે કે પાસવર્ડ ઘણાં લોકો સાથે શેર કરવામાં આવ્યો છે.
  • ત્યારબાદ આ ડેટાના આધારે યૂઝર્સને એલર્ટ મેસેજ દ્વારા આમ ન કરવાની ચેતવણી આપવામાં આવશે.

વધુ લોકો સાથે પાસવર્ડ શેર કરવાનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન હશે

  • સિનામીડિયાનું કહેવું છે કે અકાઉન્ટ -પાસવર્ડ શેરિંગને નજરઅંદાજ કરવું સ્ટ્રીમિંગ સર્વિસ આપનારી કંપનીઓને ખૂબ મોંઘું પડી રહ્યું છે. કંપનીએ કહ્યું કે આ નવું સોફ્ટવેર કંપનીઓને આવા યૂઝર્સ વિરૂદ્ધ  વિરૂદ્ધ એક્શન લેવાની ક્ષમતા આપે છે.
  • કંપનીના કહેવા પ્રમાણે, સોફ્ટવેર દ્વારા માલૂમ કરી શકાય છે કે એક અકાઉન્ટને કેટલા લોકો સાથે શેર કરવામં આવી રહ્યું છે, જો અકાઉન્ટ વધુ લોકો સાથે શેર કરવામાં આવી રહ્યું છે કે તો તેના માટી પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે. આ સબ્સ્ક્રિપ્શન લીધા બાદ જ યૂઝર પોતાના અકાઉન્ટને અન્ય લોકો સાથે શેર કરી શકશે.
Did you like the story?

Maharashtra: Woman miraculously escaped unhurt after being ran over by train- Tv9

FB Comments

Hits: 374

Comments are closed, but trackbacks and pingbacks are open.