જો આપને INCOME TAX NOTICEનો ભય સતાવતો હોય, તો આપનું PAN CARD આપનો ભય મિનિટોમાં દૂર કરી શકે છે, બસ આટલું કરવું પડશે કામ

નાણાકીય વર્ષ 2018-19 માટે જો આપે પોતાના ટૅક્સ ઇન્વેસ્ટમેંટ પ્રૂફ જમા નથી કર્યા, તો 31 માર્ચ સુધી જમા કરાવી દો. આવું ન કરતા આપનો ટૅક્સ કપાઈ શકે છે.

બીજી બાજુ અત્યાર સુધી ગયા વર્ષ માટે ટૅક્સ રિટર્ન ફાઇલ ન કરનારાઓએ પણ સાવધાન થવાની જરૂર છે. ટૅક્સ રિટર્ન ન ભરનારાઓને સામાન્યતઃ ભય સતાવે છે કે તેમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવી શકે છે. આવકવેરા વિભાગ પણ સતત આવા લોકોની સ્ક્રૂટિની કરતું હોય છે કે જેમને નોટિસ પાઠવવી છે.

હવે સમસ્યા એ છે કે આપને ખબર કઈ રીતે પડશે કે આપને નોટિસ મળશે કે કેમ ? આ કોઈ મુશ્કેલ કામ નથી. તેને જાણવાની એક સરળ રીત છે. જો આપની પાસે પરમાનંટ ઍકાઉંટ નંબર (PAN) છે, તો આપ જાણી શકો છો કે INCOME TAX વિભાગ આપને નોટિસ મોકલવાનું છે કે કેમ ?

PANથી જણાય છે ટૅક્સ પ્રોફાઇલ

આપનો પૅન આપનું ટૅક્સ પ્રોફાઇલ દર્શાવે છે. કેન્દ્ર સરકાર પણ પૅન નંબરથી જ મિનિટોમાં આપનું ટૅક્સ પ્રોફાઇલ ચેક કરી લે છે કે આપ IT RETURN ફાઇલ કરી રહ્યા છો કે નહીં. ત્યાર બાદ સરકાર તપાસ શરુ કરે છે કે આપની આવક કેટલી છે અને આપ ટૅક્સ ચોરી તો નથી કરી રહ્યાં.

આમ ચેક કરો કે નોટિસ મળશે કે નહીં

આઈટી વિભાગની વેબસાઇટ https://www.incometaxindia.gov.in પર જઈ આપ આ ચેક કરી શકો છો કે નાણાકીય વર્ષમાં દાખલ કરાયેલ રિટર્ન પ્રોસેસ થયું છે કે નહીં. જો આપે રિટર્ન ફાઇલ કર્યું છે અને તે પ્રોસેસ નથી થયું, તો તેનો અર્થ છે કે આપને આઈટી વિભાગ નોટિસ મોકલી શકે છે. વેબસાઇટ એક્સેસ માટે આપની પાસે લૉગઇન આઈડી અને પાસવર્ડ હોવું જોઇએ. જો આપની પાસે આઈડી નથી, તો આપે વેબસાઇટ પર પોતાને રજિસ્ટર્ડ કરવું પડશે.

ચેક કરો ટૅક્સ રિટર્નનો રેકૉર્ડ

આઈટી વિભાગની વેબસાઇટ પર આપ આ પણ ચેક કરી શકો છો કે આપનું કોઈ આઈટી રિટર્ન પડતર છે કે નહીં. નિયમ મુજબ આઈટી રિટર્ન ફાઇલ કરવું જોઇએ. જો આપે ફાઇલ કર્યું હોય અને ઇનકમ ટૅક્સ વિભાગના રેકૉર્ડમાં તે પેન્ડિંગ બતાવતું હોય, તો આપને આઈટી વિભાગની નોટિસ આવી શકે છે. નોટિસમાં પૂછવામાં આવે છે કે આપ ટૅક્સ રિટર્ન કેમ નથી ફાઇલ કરી રહ્યા.

આમ જાણો પોતાનું ટીડીએસ

આપ આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈ પોતાનું ફૉર્મ 26 AS પણ જોઈ શકો છો. આ ફૉર્મમાં આ વાતની વિગત હોય છે કે આપના પાનના અગેઇંસ્ટ કેટલું ટીડીએસ આપની ઇનકમ પર કપાયું છે. આ રીતે આપને અંદાજો આવી જશે કે આપનું કેટલું ટીડીએસ કપાયું છે અને આપે વધુ ટેકલો ટૅક્સ ચુકવવાનો છે.

[yop_poll id=1337]

Ahmedabad: Suicide case of broker; Dy.SP and his brother booked in the matter- Tv9

FB Comments

TV9 Web Desk7

Read Previous

દિલ્હીમાં કરોલબાગ ખાતેની હોટેલમાં ભીષણ આગ, 13 લોકોના મોત, 25 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

Read Next

શું આપ જાણો છો કે 120 કરોડ હિન્દુઓના દેશ ભારતના આ 8 રાજ્યોમાં હિન્દુઓ છે લઘુમતીમાં, તમારા રાજ્યમાં તો હિન્દુઓ નથી લઘુમતીમાં ? જાણવા માટે CLICK કરો

WhatsApp chat