મંદીના મોજા વચ્ચે નાસીપાસ થવાના બદલે સુરતના એક હીરા કારીગરે પોતાને સાચો ‘હીરો’ સાબિત કર્યો, જુઓ VIDEO

હાલ દેશભરમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે, ત્યારે શહેરના ડાયમંડ ઉદ્યોગને ગ્રહણ લાગ્યું છે. કારીગરોને છુટા કરવા કે રત્નકલાકારોના આપઘાત કરવાના સમાચાર સામાન્ય થઈ ગયા છે. ત્યારે આ જ મંદીના કપરા સમયમાંથી પસાર થઈને પોતાની મહેનતના બળે સુરતના એક હીરાના કારીગરે પોતાને સાચો હીરો સાબિત કર્યો છે.

વાત છે મૂળ રાજકોટના અને હાલ સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા પિયુષ રાજપરાએ 1995માં સુરત કામની શોધમાં આવ્યા હતા અને હીરામાં નોકરી શરૂ કરી હતી પણ 2008ના વર્ષમાં આવેલી ભયંકર મંદીમાં તેમને ડાયમંડ કંપનીમાંથી છૂટાં કરવામાં આવ્યા. આ એવો સમય હતો જ્યારે તેમને ઘર પરિવારનું ગુજરાન ચલાવવું પણ અતિ મુશ્કેલ બની ગયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતના બજારમાં જુવારના ભાવ શું રહ્યા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

આ સમયે નાસીપાસ થવાના બદલે તેમણે મહેનતથી આગળ વધવાનું નક્કી કર્યું. જેના માટે તેઓએ ડિઝાઈનિંગનો કોર્સ કર્યો અને પછી ફક્ત 5 કારીગરોની મદદથી તેમણે ડ્રેસ બનાવવાની શરૂઆત કરી અને આજે તેમના ત્યાં 250 કરતા પણ વધુ લોકો કામ કરી રહ્યા છે.

ડ્રેસ મટીરીયલ તૈયાર કરીને વેચાણ કરવાની શરૂઆત કરી, ત્યારે 5 ડ્રેસની જરૂરિયાત હોય તો માર્કેટમાં જઈને તેટલું જ કાપડ લાવીને સ્ટાફ પાસે ડ્રેસ તૈયાર કરાવતા હતા. તેમણે કોઈની પાસે ક્યારેય ઉછીના રૂપિયા લીધા નથી અને કપરા સમયમાં પણ તેમણે પોતાના સ્ટાફને ક્યારેય છુટા પણ કર્યા નથી.

READ  CCTV: વાપીમાં ટ્રક ચાલકે બાઈક સવાર દંપતીને લીધા અડફેટે, દંપતીનું ઘટનાસ્થળે નિપજ્યું મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેટલીક વાર એવું પણ થયું હતું કે કેટલાક કારીગરોને તેમણે 3 મહિના સુધી પગાર પણ નથી આપ્યો. છતાં એક પરિવારની જેમ તેઓની પડખે ઉભા રહ્યા અને આજે આ જ કારીગરો તેમની મૂડી છે. આજે તેમણે સારા નરસા પ્રસંગમાં પણ તેમના કારીગરોનો સાથ આપ્યો છે, જેઓ માટે આજે તેઓ પ્રેરણા બની રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અણધાર્યો ધનલાભ થવાની શક્યતા છે

 

ત્યારે બીજી તરફ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈને જ જીવનની સાચી કસોટી થાય છે. મંદી જેવા સમયમાંથી બહાર નીકળવા જ્યારે કોઈ જ રસ્તો બચતો ન હોય ત્યારે ખોટા ખર્ચ પર કાપ મુકવો અને પરિવારનો સાથ સહકાર જેવી બાબતો ખૂબ જરૂરી બની જાય છે તો બીજી બાજુ આવા સમયમાં નાસીપાસ થઈને આપઘાતનો વિચાર કરતા લોકો માટે તેઓ એક મિશાલ છે કે મહેનતથી કેવી રીતે આગળ વધી શકાય છે.

 

Ahmedabad : 34-years-old man arrested for posting provoking post on social media

FB Comments