‘ના ભગવાન, ના જાતિ, ના ધર્મ’ નો દરજ્જો મેળવવા યુવકે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, 2 વર્ષની લડાઈના અંતે થઈ જીત!

હરિયાણાના ટોહાના શહેરનો એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. યુવકે ધર્મ-જાતિના બંધનમાંથી છુટવા માટે કોર્ટનો સહારો લીધો અને લાંબી મહેનત પછી તેને કાયદેસર રીતે આ મંજૂરી પણ મળી ગઈ છે.

રવિ કુમારે અનોખી કાયદાકીય લડત જીતી લીધી છે. હવે તેને નાસ્તિક નામથી ઓળખવામાં આવશે. તેના માટે તાલુકા ઓફિસ દ્વારા તેને ‘નો કાસ્ટ, નો રિલિજન, નો ગોડ’ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ દેશનો પહેલો કિસ્સો ગણવામાં આવી રહ્યો છે અને તેના માટે રવિને 2 વર્ષ સુધી લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી હતી.

 

 

રવિએ કહ્યું કે દેશમાં ધર્મ અને જાતિના નામ પર થઈ રહેલી રાજનીતિને જોતા તેને આ નિર્ણય લીધો છે. તેના માટે રવિએ 2 અલગ-અલગ અરજીઓ કોર્ટમાં જાન્યુઆરી 2017માં તેમના વકીલ રાજકુમાર સૈની દ્વારા કરી હતી. જેમાં તેને તેના નામની આગળ ધર્મ અને જાતિ હટાવવાની માગ કરી હતી. લગભગ એક વર્ષ સુધી ચાલેલી કાર્યવાહી પછી કોર્ટે તેને ધર્મ અને જાતિનું નામ તેના નામથી હટાવવાનો આદેશ આપ્યો. કોર્ટનો આદેશ મળ્યા પછી તે હવે કોઈ પણ ધર્મ કે જાતિથી સંબંધ નથી રાખતો તથા તે લગ્ન પણ કાયદા પ્રમાણે કોર્ટમાં જ કરશે.

READ  જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો થયો નાબૂદ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

રવિએ કહ્યું કે તે ઘણાં લાંબા સમયથી દેશ દુનિયામાં જાતિ, ધર્મ, સમુદાય વગેરેની સમસ્યા છે. જેને લોકોને પૂરી રીતે વહેંચી દીધા છે. તેથી તેને નવી શરૂઆત કરતા ‘નાસ્તિક’ તરીકે ઓળખાવવાનો હક કોર્ટ દ્વારા મેળવ્યો છે.

રવિ નાસ્તિકના વકીલ રાજકુમાર સૈનીએ જણાવ્યું કે 27 સપ્ટેમ્બર 2017ના રોજ રવિ તેમની પાસે આવ્યો હતો. તેને કહ્યું કે તે તેના નામની પાછળ નાસ્તિક શબ્દ લગાવવા ઈચ્છે છે. તેને ઘણાં દસ્તાવેજ બતાવ્યા, જેમાં તેને આ શબ્દ લખ્યો હતો. તેમને કહ્યું કે વૉર્ડ કાઉન્સિલર રામકુમાર સૈની સહિત ઘણાં લોકોએ જુબાની આપી છે. ત્યારબાદ જજે જણાવ્યું કે તેના નામની પાછળ નાસ્તિક શબ્દ લખવામાં આવે.

READ  300 કિલો માટીથી બનાવી 18 ફૂટની ગણપતિની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ, જુઓ PHOTOS

આ પણ વાંચો: કૅપ્ટન કુલ, માહી સિવાય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આ નામ પણ છે પસંદ, નામ આપવા બદલ ચાહકોનો માન્યો આભાર

રવિના વકીલે વધુમાં જણાવ્યું કે તાલુકા ઓફિસે રવિને ‘નો કાસ્ટ, નો રિલિજન, નો ગોડ’ પ્રમાણપત્ર આપ્યુ. ત્યાં રવિના બધા જ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. તે પુષ્ટી કરવામાં આવી કે રવિનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ તો નથી. તેના કોઈ અન્ય દેશ સાથે તો સંબંધો નથી. તે આ પ્રમાણપત્રનો કોઈ દૂરઉપયોગ તો કરવા નથી ઈચ્છ તો. આ તમામ વાતની ચકાસણી કર્યા પછી તેને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.

READ  શું ગુજરાતના આ ગામમાં 23 એપ્રિલની જગ્યાએ 24 એપ્રિલે મતદાન થશે?

 

Jamanagar : Students blocked Rajkot-Jamnagar highway, demand bus connectivity

FB Comments