મોદીને વોટ આપવા માટે આ યુવાને છોડી દીધી ઓસ્ટ્રેલિયાની લાખો રુપિયાનો નોકરી!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસકો ન માત્ર દેશ પરંતુ દુનિયામાં પણ ફેલાયેલા છે. તેવા જ એક પ્રશંસકે વોટ આપવા અને નરેન્દ્ર મોદીને બીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઓસ્ટ્રેલિયામાં લાખોના પગારની નોકરી છોડી દીધી. કર્ણાટકના રહેવાસી સુધીન્દ્ર હેબ્બાર નામના વ્યક્તિએ એટલા માટે નોકરી છોડી કે તેને મતદાન માટે રજા મળી ન હતી.

હેબ્બાર સિડની એરપોર્ટ પર સ્ક્રિનિંગ ઓફિસર તરીકે કામ કરતો હતો. સુધીન્દ્રનું કહેવુ છે કે, તેને 5 થી 12 એપ્રિલ સુધીની રજા મળી હતી. પરંતુ તે રજા વધારી શકે તેમ ન હતો. કારણ કે આગામી દિવસોમાં ઈસ્ટર અને રમજાન આવતી હોવાથી એરપોર્ટ પર ભારે ભીડ થવાની હતી. પરંતુ હેબ્બાર કોઈપણ પરિસ્થિતિમાં વોટ આપવા માંગતો હતો માટે તેણે રાજીનામુ આપી દીધું અને તે ભારત પરત આવી ગયો.

READ  કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે એવો ક્યો છોડ વાવ્યો કે લોકોએ સોશિયલ મીડિયામાં ઉડાવી મજાક!

 

હેબ્બારના કહેવા મુજબ તે એરપોર્ટ પર દુનિયાભરથી આવેલા લોકો વચ્ચે કામ કરે છે. મને ગર્વ થાય છે કે અન્ય દેશના લોકો એવુ કહેં છે કે, ભારતનું ભવિષ્ય સારુ છે અને તે શ્રેય નરેન્દ્ર મોદીને વિદેશી લોકો આપી રહ્યા હતાં.

 

Oops, something went wrong.

FB Comments