નાની બહેનનું દિલ તોડનારા પ્રેમીની જાહેરમાં સરભરા…એક પછી એક થપ્પડનો ચખાડ્યો મેથીપાક

નવસારીમાં નાની બહેનના પ્રેમીને મોટી બહેને જાહેરમાં સજા આપી. પ્રેમીનો વાંક એટલો જ હતો કે તેણે પોતાની પ્રેમિકાનું દિલ તોડ્યું. નાની બહેનનું  દિલ તૂટતા જ મોટી બહેન હચમચી ઉઠી. અને એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના બહેનના પ્રેમીની જાહેરમાં સરભરા કરવાનો નિર્ણય કરીને નીકળી પડી. હાલ નવસારીમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

READ  VIDEO: ‘મહા' વાવાઝોડાની અસરથી વરસ્યો વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આ પણ વાંચોઃ સંસદના શિયાળા સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં એક યુવતી ગાર્ડનમાં બેઠેલા એક યુવકની જાહેરામાં ધોલાઇ કરે છે. પહેલા તે યુવક પર થપ્પડોનો વરસાદ વરસાવે છે. અને ત્યારબાદ આ યુવતી પોતાના પટ્ટા વડે આ યુવકને મેથીપાક ચખાડે છે. સ્તબ્ધ થયેલો પ્રેમી યુવક માર ખાતો રહે છે અને તમાશો જોતો રહે છે.

READ  VIDEO: નવસારીની વિજલપોર પાલિકાની સામાન્ય સભા બની તોફાની! પાલિકાના પ્રમુખ પર ઉપ પ્રમુખે કર્યો થપ્પડોનો વરસાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જોકે યુવકનો વાંક હોવાથી તેના મિત્રો પણ તેને છોડાવા આગળ નથી આવતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો નવસારીના જ્યુબિલી બાગનો છે. જ્યાં નાની બેહનના પ્રેમીની અક્કલ ઠેકાણે લાવવા મોટી બહેન આગળ આવી. હાલ નવસારીમાં આ વીડિયોએ ભારે ચકચાર જગાવી છે.

READ  નવસારી: અફઘાનિસ્તાનના શંકાસ્પદ યુવાનો વિદ્યાર્થીઓ નીકળ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments