1 વર્ષ સુધી પાણીમાં પડ્યો રહ્યો ફોન પછી જે થયું તેના પર તમે વિશ્વાસ નહીં કરો

ફોન પાણીમાં થોડીવાર જ પડી જાય તો પણ બંધ થઈ જતા હોય છે. કેલિફોર્નિયામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક આઈફોન એક વર્ષથી વધારે પાણીમાં રહ્યો અને ચાલુ નીકળ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

યુએસના એક યુટ્યૂબર માઈકલ બેનેટ દ્વારા યુટ્યૂબ ચેનલ ચલાવવામાં આવે છે. આ ચેનલ માટે તેઓ એક નદીમાં શૂટિંગ કરી રહ્યાં હતા અને અચાનક એક આઈફોન નદીના પાણીમાંથી તેમને મળી આવ્યો. તેઓ મેટલ ડિટેક્ટરની મદદથી પહેલાં પણ કિંમતી વસ્તુઓ નદીના પેટાળમાંથી શોધવામાં સફળ રહ્યાં છે. આ વખતે તેમના મેટલ ડિટેક્ટરે આઈફોન તરફ ઈશારો કર્યો અને આઈફોન મળી આવ્યો.

READ  ઉનાળા પહેલાં જ સરકારે શરૂ કર્યો પાણીનો કાપ, ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી, રાજ્યના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી

આ પણ વાંચો :  અરે! ક્રિકેટ ટીમને 42 ગાડી સાથે રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા, ગૌતમ ગંભીરે કર્યો કટાક્ષ

આઈફોનના માલિકને સિમ કાર્ડ અન્ય ફોનમાં નાખીને શોધવામાં યૂટ્યુબરને સફળતા મળી હતી. આઈફોનના માલિકે કહ્યું કે આ ફોન 19 જૂનના રોજ 2018ના વર્ષમાં ફેમિલી ટ્રિપ દરમિયાન નદીમાં પડી ગયો હતો. આઈફોનની સાથે એક વોટરપ્રૂફ કવર પણ હતું જેના લીધે પણ આઈફોન ખરાબ ન થયો.

READ  VIDEO: ગુજરાતભરના ડેમોમા પાણીની જરૂરીયાત મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આમ એક વર્ષથી વધારે સમય સુધી પાણીમાં કોઈ મોબાઈલ રહે અને બાદમાં ચાલુ થઈ જાય તેવો કિસ્સા ઓછા સાંભળવા મળે છે. યૂટ્યુબરે આઈફોનના માલિકને ફોન પરત આપી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: રાધનપુરમાં પ્રચાર બાદ Honestમાં જમવા પહોંચેલા રેશમા પટેલના ભોજનમાં હતું જીવડું

 

BJP workers perform 'hawan' on Amit Shah's b'day in Jahangirpura, Surat | Tv9

FB Comments