ભારતીય ક્રિકેટ ટીમનો આ સફળ ખેલાડી ક્યારેય પણ નિવૃતીની જાહેરાત કરી શકે, BCCI પાસે કરી માંગ

ભારતના સૌથી સફળ ક્રિકેટર્સમાંથી એક યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત લેવા માટે ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે. યુવરાજ સિંહે સ્વીકારી લીધું છે કે હવે તેમને ભારત તરફથી વધારે રમવાની સંભાવના નથી.

ત્યારે પંજાબના બેટ્સમેન BCCIથી સ્વીકૃતિ મળ્યા પછી ક્યારેય પણ ક્રિકેટને અલવિદા કહી શકે છે. યુવરાજ સિંહ આ વર્ષે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યા હતા પણ વધારે મેચો રમ્યા ન હતા. તેથી આ કારણને લીધે પણ તે તેમના ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે.

 

READ  જાણો મતની ગણતરી સુધી કયા અને કેટલી સુરક્ષાની વચ્ચે રાખવામાં આવે છે EVM

નિવૃતી પછી યુવરાજ સિંહ ICCની મંજૂરીથી વિદેશી ટી-20 લીગમાં ફ્રીલાન્સ ક્રિકેટર તરીકે રમી શકે છે. તેના માટે યુવરાજ સિંહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવી પડશે. તે પછી જ BCCI આ ટી-20 લીગમાં રમવાની મંજૂરી આપશે. 37 વર્ષીય યુવરાજ સિંહે તેના માટે BCCIની પરવાનગી માંગી છે.

ઘણાં લોકોનું માનવું છે કે જો જહીર ખાન અને વીરેન્દ્ર સહેવાગ દુબઈમાં ટી-10 લીગમાં રમી શકે છે તો પછી યુવરાજ સિંહને પરવાનગી કેમ નથી મળી શકતી. સુત્ર દ્વારા મળતી માહિતી મુજબ યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણીના ક્રિકેટથી નિવૃતી લેવા વિશે વિચારી રહ્યાં છે.

READ  VIDEO: દેશમાં એક જ દિવસમાં 3,344 નવા પોઝિટિવ કેસ નોંધાયા, આંકડો વધીને 59,695 પર પહોંચ્યો

આ પણ વાંચો: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દાહોદના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે

BCCIના અધિકારીએ કહ્યું કે ટી-10 ભલે ICC તરફથી મંજૂરી મળી હોય પણ તે સ્વીકાર્ય નથી. જ્યારે આગળ જતા જ્યારે પણ ખેલાડીઓનું સંગઠન બનશે, ત્યારે નિવૃતી લઈ ચૂકેલા ખેલાડીઓના મામલે વિચાર કરવામાં આવી શકે છે.

 

Oops, something went wrong.
FB Comments