ભારત આવશે ઝાકીર નાઈક? રશિયામાં મલેશિયાના વડાપ્રધાનને PM મોદીએ કરી વાત

વિવાદીત મુસ્લિમ ધર્મગુરૂ ઝાકીર નાઈકને લઈને વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે વાત કરી છે. રશિયાના વ્લાદિવોસ્તોકમાં પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાનની સાથે વાતચીત કરી. તે દરમિયાન તેમને ઝાકીર નાઈકના ભારત પ્રત્યાર્પણ પર વાત કરી.

તે દરમિયાન નક્કી થયુ કે બંને દેશોની વચ્ચે અધિકારી સતત આ મુદ્દા પર વાત કરતા રહેશે. વડાપ્રધાનની મુલાકાતની જાણકારી આપતા વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ ઝાકીર નાઈકનો મુદ્દો ઉઠાવ્યો. બંને દેશો વચ્ચે નક્કી થયું કે હવે અધિકારી આ મુદ્દે સતત સંપર્કમાં રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ચંદ્રયાન-2 મિશન પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે આપણી મુસાફરી ચાલુ રહેશે

ઉલ્લેખનીય છે કે 2016માં ઝાકીર નાઈક ભારતથી ભાગીને મલેશિયા ગયો હતો. ત્યારે ત્યાંની સરકારે ઝાકીર નાઈકને સ્થાયી રીતે રહેવાની પરવાનગી આપી હતી. ભારતમાં ઝાકીર નાઈક પર આરોપ છે કે તેને ભડકાઉ ભાષણ આપ્યા છે, આતંકી ગતિવિધીમાં સામેલ થવા માટે યુવાનોને ભડકાયા છે. તે આરોપને લઈને ઝાકીર નાઈક ભારતમાં વોન્ટેડ છે.

READ  VIDEO: ISROએ વર્ષ 2020ની શરૂઆત વધુ એક સફળતાથી કરી, GSAT-30ને યુરોપિરયન હેવી રોકેટ એરિયન-5 થકી મોડી રાત્રે 2.35 વાગ્યે લૉન્ચ કરાયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત સરકાર તરફથી મલેશિયા સાથે આ મુદ્દે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. આ મુદ્દે અત્યાર સુધી કોઈ મોટી સફળતા મળી નથી પણ હવે નાઈકના મુદ્દાને વડાપ્રધાન મોદીએ મલેશિયાના વડાપ્રધાન સામે ઉઠાવ્યો છે. ત્યારે આ મુદ્દે હવે કોઈ કડક પગલા લેવામાં આવી શકે છે અને મલેશિયા તરફથી પ્રત્યાર્પણને લઈને સહયોગ મળશે.

READ  VIDEO: નર્મદા સરદાર સરોવર ડેમ ખાતે PM મોદીનું જનસભાને સંબોધન, 'જળસાગર અને જનસાગરનું થયું મિલન'

 

Oops, something went wrong.
FB Comments