ZOMATOએ ડિલિવરી બોયની ભૂલ પર કરી લાલ આંખ, જુઓ વીડિયો

Zomato delivery boy eating food meant for delivery
Zomato delivery boy eating food meant for delivery

ઓનલાઇન જમવાનું ઓર્ડર કરવાનું હવે ખૂબજ સરળ થઇ ગયું છે, બસ એક ક્લિક કરો અને જમવાનું તમારા ઘરે. પણ છેલ્લા કેટલાક દિવસોથી એવી ખબરો સામે આવી છે જે જાણીને લોકો હેરાન છે.

વાત છે ZOMATO ના એક ડીલીવરી બોયની જે જમવાનું પાર્સલ ગ્રાહક ના ઘરે પહોંચાડતા પહેલાજ ખોલી નાખે છે અને અડધું ખાઈને પાર્સલને ફરીથી પેક કરી દે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

READ  એક ખોટા ગૂગલ સર્ચના લીધે થઈ શકે તમારું બેંક એકાઉન્ટ ખાલી, વાંચો આ કિસ્સો

જુઓ વીડિયો  

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ સ્કૂટર પર બેઠો છે, તેણે ZOMATOની ટી શર્ટ પહેરી છે અને તેની પાસે રહેલી ડીલીવરી બેગ પણ દેખાઈ રહી છે. તે બેગ માંથી પાર્સલ બહાર કાઢે છે, અડધું ખાઈને તેને પેક કરી દે છે અને ત્યારબાદ તે બીજું પાર્સલ ખોલે છે. આમ તેની બધી હરકતો કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

READ  અખિલેશે સ્વીકાર્યું કે મહાગઠબંધન નિષ્ફળ ગયું, માયાવતી વિશે પણ કરી આ ટિપ્પણી
Zomato says sorry as video of delivery boy eating customer's food

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ ZOMATO કંપનીએ ટ્વિટર પર લખ્યું કે ‘ જો આ સાચું છે તો ખૂબજ ખરાબ વાત છે, અમે ગંભીર પગલાં લઈશું’.

કંપનીના ફાઉન્ડર દીપિંદર ગોયલે ટ્વિટર પણ પર જણાવ્યું  કે અમે આ કર્મચારી સાથે લાંબી વાતચીત કર્યા બાદ તેને હટાવી દીધો છે.  તેમણે કહ્યું કે ZOMOTOની પૉલિસી પ્રમાણે ફૂડ પેકેટ સાથે છેડછાડની ઘટના સ્વીકૃત નથી. 

READ  કેવડિયામાં PM મોદીનું સંબોધનઃ સરદાર પટેલના આશીર્વાદના કારણે જ દેશ વિરોધી તાકાતને જવાબ આપી રહ્યા છીએ

[yop_poll id=216]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી

FB Comments