ZOMATO કે SWIGGY પરથી ઓનલાઈન ઓર્ડર કરી ફૂડ મગાવો છો? તો બદલી નાખો આ ટેવ, ઉત્તરાયણ પછી ઓનલાઈન ફૂડ નહીં આવે તમારા ઘરે

ગ્રાહકોને ઘરે બેઠા ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે ફૂડ પહોંચાતી ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંયો ચડાવી છે. ઉત્તરાયણ બાદ તેઓ આ કંપનીઓનો બહિષ્કાર કરી તેમને પોતાના ફૂડ આપવાનું બંધ કરી દેશે.

આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની ગુરુવારે બેઠક મળી હતી. જેમાં અમદાવાદની લગભગ તમામ મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ચેઇનના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. રેસ્ટોરન્ટ સંચાલકોની ફરિયાદ હતી કે ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું. આજે તેઓ રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે. તેના વિરોધમાં તેમનો બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

થોડા સમય પહેલા જ ગુજરાતના હોટેલિયર્સે ઓનલાઇન હોટેલ બુકિંગ કરતી OYO અને GO IBIBOની દાદાગીરી સામે બાંયો ચઢાવી હતી. આ કંપનીઓ રૂમ્સ પર હોટલ પાસેથી વધુ પ્રમાણમાં કમિશન માગતા હતા. તેથી હોટેલિયરોએ તેમને રૂમ્સ જ નહીં આપવાનું નક્કી કર્યું હતું. હવે આવું જ કંઇક ઓનલાઇન ફૂડના ઓર્ડર લઇ રેસ્ટોરન્ટ કે હોટેલ પરથી પીક-અપ કરી ગ્રાહકોના ઘરે પહોંચાડી કંપનીઓ કરી રહી છે.

હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ના પ્રવક્તા રોહિત ખન્નાના જણાવ્યા મુજબ કમિશનનો વિરોધ કરનાર હોટેલ કે રેસ્ટોરન્ટ સંચાલકો સામે કંપનીઓ રીતસરની દાદાગીરી કરતા હતા. જોકે, કંપની દ્વારા હજુ પણ કમિશન વધારવામાં આવશે તેવી ધમકી ઉચ્ચારવામાં આવી હતી. તેથી નારાજ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ઓનલાઇન કંપનીઓને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે.

ઓનલાઈન ફૂડ પહોંચાડતી કંપનીઓ સામે વિરોધનો સૂર
હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોએ ચડાવી બાંયો
ઉત્તરાયણ બાદ બહિષ્કાર કરવાની આપી ચીમકી
ધરખમ કમિશનના વિરોધમાં બહિષ્કારની ચીમકી
કંપનીઓની હજુ કમિશન વધારવાની ચીમકી

0 ટકા કમિશન લેતાં હવે 22થી 24 ટકા કર્યુ
હજી પણ કમિશન વધારવાની ચીમકી આપી
હોટલ માલિકો પણ લડી લેવાના મૂડમાં
ઉત્તરાયણ બાદ બહિષ્કાર કરવાની આપી ચીમકી
ધરખમ કમિશનના વિરોધમાં બહિષ્કારની ચીમકી
મામલો નહીં ઉકેલાય તો ઓનલાઈન ફૂડ બંધ
હોટલ બુકીંગમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હોટેલ અને રેસ્ટોરન્ટમાલિકો અન્ડરગ્રાઉન્ડ મીટિંગ્સ ઘણા સમયથી ચાલતી હતી. જેમાં સૌની એક જ રજૂઆત છે કે પહેલા ઝોમેટો અને સ્વીગી જેવી ઓનલાઇન કંપનીઓ કોઇ પણ કમિશન વગર રેસ્ટોરન્ટ પરથી ફૂડ લઈ ગ્રાહકો સુધી પહોંચાડી હતી. રેસ્ટોરન્ટ સંચાલકોને પણ ફૂડના પૈસા મળતા અને કસ્ટમર પોતાના રેસ્ટોરન્ટ પર આવતા ન હોવાતી તેમને ઘણો ફાયદો થતો હતો. લોકોને જેવી ઘરે બેઠા જ મનપસંદ રેસ્ટોરન્ટ કે હોટેલનું ખાવાની ટેવ પડી કે તરત જ આ કંપનીઓ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલ પાસેથી પહેલા પાંચ ટકા પછી ૯, ૧૨, ૧૫, ૧૯ અને ૨૨ ટકા જેટલું કમિશન વસૂલવાનું શરૂ કરી દેવામાં આવ્યું.

આ પણ વાંચો: ડિલિવરી બૉયનો VIDEO વાઈરલ થયા બાદ Zomatoએ આખરે બદલ્યો નિયમ, હવે તમને મળશે આ રીતે પેક થયેલું ફૂડ!

હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ના પ્રવક્તા રોહિત ખન્નાએ વધુમાં જણાવ્યું કે ઓનલાઇન કંપનીઓ પરસ્પર હરિફાઇમાં ગ્રાહકોને ઓર્ડર ઉપર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની આપતા થઇ ગયા પરંતુ હોટેલિયર અને રેસ્ટોરન્ટ પાસેથી ૨૨ ટકા કમિશન વસૂલતા હતા.

જોકે, કંપની દ્વારા હજુ પણ કમિશન વધારવામાં આવશે તેવી ધમકી ઉચ્ચારી હતી. તેથી નારાજ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ઓનલાઇન કંપનીઓને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. આ નિર્ણય માટે ગુજરાત હોટેલ અનેડ રેસ્ટોરન્ટ એસોસિયેશનની એક મીટિંગ ગુરુવારે સાંજે ૫ વાગ્યે ધ ગ્રાન્ડ ભગવતી હોટેલમાં મળશે. જેમાં આખરી નિર્ણય લેવાશે. મીટિંગમાં તમામ મોટી હોટેલ-રેસ્ટોરન્ટ ચેઇનના સંચલકો સાથે એક મંત્રી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: 8 routes connecting riverfront closed down for security purpose ahead of PM Modi's visit

FB Comments

Hits: 955

Comments are closed, but trackbacks and pingbacks are open.