ડિલિવરી બૉયનો VIDEO વાઈરલ થયા બાદ Zomatoએ આખરે બદલ્યો નિયમ, હવે તમને મળશે આ રીતે પેક થયેલું ફૂડ!

ઑનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટોએ હવે ફૂડ પેક કરવા માટે ટેમ્પર પ્રૂફ ટેપ્સનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.

થોડા દિવસ પહેલા ઝોમેટોના એક ડિલિવરી બૉયનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તે કોઈ ગ્રાહક દ્વારા ઓર્ડર કરાયેલા ફૂડને ખોલીને ખાઈ રહ્યો હતો. અને ખાધા બાદ તે ફૂડ પેકેટ જેમ પેક થયેલું હતું તેમ પાછું પેક કરી દીધું હતું. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ઝોમેટો સામે ઘણી તીખી પ્રતિક્રિયાઓ આવી.

આ પણ વાંચો: ZOMATOએ ડિલિવરી બોયની ભૂલ પર કરી લાલ આંખ, જુઓ વીડિયો

આખરે આ મામલે ઝોમેટોએ સફાઈ આપી. અને  એક નિર્ણય કર્યો કે હવેથી માત્ર ટેમ્પર પ્રૂફ ટેપથી વીંટીને જ ફૂડ પેકેટ ડિલિવર કરવામાં આવશે.

જુઓ વીડિયો:

વીડિયો વાઈરલ થયા બાદ લોકોએ ઝોમેટોને ટેગ કરીને ઘણી ફરિયાદો કરી. હાલ તો આ ડિલિવરી બૉયને નોકરીમાંથી કાઢી મૂકાયો છે.

ઝોમેટોએ આ પગલું ભરતાં કહ્યું,

“અમે ખૂબ ટૂંક સમયમાં ટેમ્પર પ્રૂફ ટેપવાળા પેંકિંગમાં ફૂડ ગ્રાહકો સુધી પહોંચાડીશું. આ પેકિંગની ખાસિયત એ હશે કે તેને સરળતાથી ખોલી નહીં શકાય. એક વખત જો પેકેટ ખૂલી પણ ગયું તો તેને બીજી વખત પેક નહીં કરી શકાય. ડિલિવરી બૉય્ઝને વધુ સારી ટ્રેઈનિંગ આપવામાં આવશે જેથી કરીને આ પ્રકારની કોઈ બીજી ઘટના ન બને.”

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Congress leader Alpesh Thakor to take out Ekta Yatra on January 20- Tv9

FB Comments

Hits: 902

Comments are closed, but trackbacks and pingbacks are open.