કોરોનાને લઈને માસ્ક થકી ઝાયડસ કેડીલાના ડેપ્યુટી મેનેજર સાથે લાખો રૂપિયાની ઠગાઈ

Zydus cadila Dy manager orders masks online, gets duped of Rs.19 lakh corona ne lai ne masks thaki Zydus cadila na Dy Manager sathe lakho rupiya ni thagai

સોશિયલ મીડિયા પર માસ્કની જાહેરાતો જોઈને ઓર્ડર આપતા પહેલા ચેતજો, કારણ કે બજારમાં એવા ગઠીયા પણ સક્રિય છે જેઓ નાણાં લઈને ફરાર થઈ જાય છે. ઝાયડસ કેડિલાના ડેપ્યુટી મેનેજર પણ આવી જ રીતે છેતરાયા છે. તેમને કોઈ ગઠીયો 19 લાખ રૂપિયાનો ચૂનો ચોપડી ગયો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શહેરમા વધુ એક ફાયરિંગની ઘટના, વિવાદાસ્પદ સોનલ સિનેમાની જમીન મુદ્દે બિલ્ડરે કર્યુ ફાયરિંગ.

ઝાયડસના ડેપ્યુટી મેનેજરે ફેસબૂક પર માસ્કની જાહેરાત જોઈ હતી. ત્યારબાદ તેમણે 1.35 લાખ માસ્કનો ઓર્ડર આપી દીધો હતો અને 19 લાખ રૂપિયાનું ચૂકવણું પણ કરી દીધું હતું. છતાં માસ્ક ન મળતાં આખરે તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોના: 99 વર્ષના આ પૂર્વ ધારાસભ્યે CM રાહત ફંડમાં કરી સહાય, PM મોદીએ કરી ટેલિફોનિક વાતચીત

 

મહત્વનું છે કે કોરોનાની દહેશતને પગલે હાલમાં લોકો મોટી સંખ્યામાં માસ્કની ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને મોટી મોટી હોસ્પિટલો અને મેડિકલની દુકાનોના માલિકો જથ્થાબંધ માસ્ક બનાવવાના ઓર્ડર આપી રહ્યા છે. ત્યારે આવા ગઠિયાઓથી સાવધાન રહેવું જરૂરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: વડાપ્રધાન મોદીના જનતા કર્ફ્યુના સમર્થનમાં ગો-એર એરલાઈન્સે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

FB Comments