વરસાદના કારણે ગુજરાતના વિવિધ શહેરો-જિલ્લાની કેવી છે સ્થિતિ?

રાજ્યમાં જ્યારે મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ છે ત્યારે ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ત્યારે જોઈએ કે અત્યાર સુધી વરસાદની આ રી-એન્ટ્રી બાદ ગુજરાતના કયા શહેર-જિલ્લાના હાલ કેવા છે?

Ahmedabad:

hatkeshvar

Video: Pit occurred on Hatkeshwar model road, Ahmedabad

Video: અમદાવાદના હાટકેશ્વર રોડ પર પડ્યા 5 ભૂવા, સ્થાનિકો-મુસાફરો પરેશાન

 

Sabarkantha:

vatrak

 

Video: Sabarkantha, Heavy rain in upper land, Vatrak river water lever increasing, farmers happy

Video: વાત્રક નદીમાં પાણીની નવી આવક, ખેડૂતો ખુશ

 

Narmada:

narmada

Video: Narmada: Sardar sarovar water level increasing 

Video: નર્મદા ડેમની સપાટીમાં ભારે વધારો

 

Surendranagar:

surendranagr

Video: Surendranagar, Heavy rain in high land areas, Ratakdi to Chotila causeway collapse

Video: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના કારણે કોઝ વે તૂટ્યો

 

Himmatnagar:

himmatnagar

Video: Himmatnagar, Heavy rain leaves Hunj and Bakhor villages waterlogged

Video: હિંમતનગર: ડુંગરના પાણી ગામની વચ્ચેથી પસાર થતા ઘૂંટણ સમા પાણી

 

Gujarat Monsoon at a glance:

gujarat at a glance

Video: Gujarat state gets 62.03 percent rainfall this monsoon season

Video: ગુજરાત: રાજ્યમાં મોસમનો કુલ 62.03% વરસાદ, કપડવંજમાં સૌથી વધારે વરસાદ

Advertisements

ભારત-પાકિસ્તાન મેચ પહેલાં કેવો છે ટ્વિટર પર મિજાજ, હસવું રોકવું બનશે મુશ્કેલ !!!

ભારત અને પાકિસ્તાન સામેની આજની મેચ પહેલાં ખેલાડીઓની સાથે દર્શકોમાં પણ ઘણો ઉત્સાહ રહેલો છે. એ પહેલાં સમગ્ર દુનિયામાં ભારત અને પાકિસ્તાનના ચાહકોની ટ્વિટર પર જંગ શરૂ થઇ છે. જેમાં વિવિધ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાએ ધોનીના નામથી ટ્વીટ કર્યું છે…

Jadu- Tv9News

અને જો કોઈ ભૂલમાં બોલ્યું કે પાકિસ્તાન જીતશે તો…

3 ind vs pak Tv9News

પાકિસ્તાન ટીમની આજે મોત સાથે એપોઇન્ટમેન્ટ ???

4 ind vs pak Tv9News

અને ધોનીએ શું આપ્યો પાક. ટીમને મેસેજ…

5 ind vs pak Tv9News

આજે તમામ ભારતીય ખેલાડી સેના જવાન જેવા લાગશે…

7 ind vs pak Tv9News

તમામ દર્શકો આજે જીઓ રે બાહુબલી…

8 ind vs pak Tv9News

અરે… આ તો હદ્દ થઇ ગઈ !!!

2 ind vs pak Tv9News

એશિયા કપ: ભારત-પાકિસ્તાન મેચ પહેલાં સાનિયા મિર્ઝાએ ટ્વિટ કરી સૌને ચોંકાવી દીધા

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહામુકાબલો છે. ત્યારે ટ્વિટર પર ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા ટ્રોલર્સને પાઠ શીખવવા માટે સામે આવું પડ્યું છે. પ્રેગ્નેન્ટ સાનિયાએ લખ્યું કે, મેચ પહેલાં થોડા દિવસો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવાં માંગુ છું કારણકે ટ્રોલ્સ મને હેરાન કરે છે.

જેનો ઉલ્લેખ કરતાં સાનિયાએ ટ્વિટર પર લખ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. એ સ્થિતિમાં કેટલાક દિવસ માટે સોશિયલ મીડિયા પરથી સાઈન આઉટ થવું જ યોગ્ય રહેશે.

એશિયા કપ-2018ના સૌથી મહત્ત્વપૂર્ણ મુકાબલા ગણાતા હાઇવોલ્ટેજ મેચમાં ભારત-પાકિસ્તાન ટકારશે. બંને ટીમો આ પહેલાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાઈ હતી જ્યાં પાકિસ્તાને ટ્રોફી જીતી હતી. જે જોતા આજની મેચ નિર્ણાયક બની રહેશે.

મૅડમ તુસાદ મ્યૂઝિયમમાં હવે જોવા મળશે સની લિયોનીનું સ્ટેચ્યુ

દિલ્હીના મૅડમ તુસાદ મ્યૂઝિયમમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને અમિતાભ ઉપરાંત ઘણાં બૉલિવૂડ સ્ટાર પછી સની લિયોનીનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. આ સાથે જ બૉલિવૂડ અભિનેત્રી સની લિયોનીને વધુ પ્રચલિત થઇ રહી છે.

સની પોતાના વેક્સ સ્ટેચ્યુને લઈને ઘણી ઉત્સાહી છે અને તેણે પોતાની ખુશી ટવિટ દ્વારા વ્યક્ત કરી છે.

આ સાથે જ દિલ્હીના મૅડમ તુસાદ મ્યૂઝિયમમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે.

sunny-leone-wax-statue-31

આ વેક્સ સ્ટેચ્યુની ખાસિયત એ છે કે તે ભારતનું પહેલું સુગંધથી મધમધતું છે, જે દરેકના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

કોંગ્રેસની આક્રોશ રેલીમાં મંચ પર નેતા પરંતુ ખેડૂતો જ ગેરહાજર !!!, જાણો શું છે કારણ

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ તરફથી આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે નવ વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ 10 વાગ્યા સુધી કાર્યક્રમ શરૂ થયો નથી. રેલીમાં મૂકવામાં આવેલી ખુરશીઓમાં હજુ સુધી પૂરતી સંખ્યા જોવા મળી નથી.

મંચ પર તમામ નેતાઓ હાજર છે પરંતુ લોકોની પાંખી હાજરીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો નથી. બીજી તરફ કોંગ્રેસ તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ લોકોને તેમના કાર્યક્રમ સુધી પહોંચવા નથી દેતી.

કોંગ્રેસની ખેડૂત આક્રોશ રેલીમાં ખુરશીઓ ખાલી રહેતા કાર્યક્રમ નિર્ધારિત સમય કરતા એક કલાક મોડો શરૂ કરાયો હતો.

જેના માટે કોંગ્રેસ દ્વારા સરકાર પર લગાવવામાં આવ્યો ગંભીર આરોપ, જુઓ વીડિયો

ગુજરાત વિધાનસભા: જાણો શા માટે ભાજપ અને કોંગ્રેસ ચોમાસા સત્ર માટે છે આક્રમક ?

આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ટૂંકુ સત્ર મળશે. વિધાનસભા સત્રમાં વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. જેમાં મગફળી,મોંઘવારી, બેરોજગારી મુદ્દે ચર્ચા કરાશે. ઉપરાંત કાયદાની કથળતી સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાશે. સત્રનાં બીજા દિવસે ગૃહમાં છ વિધેયક પસાર કરવામાં આવશે. જેમાં ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક, ફોજદારી કાયદો- ગુજરાત સુધારા વિધેયકનો સમાવેશ કરાશે.

આ ઉપરાંત ગુજરાત નગરપાલિકા- સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિધેયક પસાર કરાશે. ગુજરાત માલિકી ફલેટ સુધારા વિધેયકનો સમાવેશ કરાશે.

આ તરફ કોંગ્રેસ તરફથી સરકારને વિધાનસભાની અંદર અને વિધાનસભા બહાર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂત આક્રોશ રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સરકારને વિધાનસભાની બહારથી પણ ઘેરવાનો પ્રયાસ કરશે. પરિણામે રૂપાણી સરકાર સામે વિધાનસભાની અંદર અને બહાર એમ બન્ને બાજુ વિપક્ષની આક્રમકતાને અનુલક્ષી માટે વ્યૂહરચના બનાવવામાં આવી છે.

ગર્લફ્રેન્ડને લઈને BIG BOSSમાં પહોંચ્યા અનૂપ જલોટા, સોશિયલ મીડિયા પર ઉડ્યો જોરદાર મજાક

બિગ બૉસ સીઝન-12ની રવિવારે રાત્રે ભવ્ય શરૂઆત થઇ છે. જેમાં વિવાદોથી હંમેશા દૂર રહેનાર અનૂપ જલોટા અચાનક ચર્ચામાં આવી ગયા છે. બિગ બૉસમાં ભજન સમ્રાટ અનૂપ જલોટા પોતાનાથી 37 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે પહોંચ્યા. તેઓ પોતાની 28 વર્ષની શિષ્યા અને ગાયક જસલીન મથારુ સાથે 3 વર્ષથી પ્રેમસંબંધમાં છે.

બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત છે અને તેમના સંબંધ અંગે પહેલી વખત દુનિયાની સામે વાત કરી છે. જોકે લોકોને આ લવસ્ટોરી પસંદ આવી નથી અને તેનો મજાક બનાવવામાં આવ્યો છે.

અનૂપ જલોટા હજી સુધી વિવાદોથી દૂર રહ્યા છે અને જસલીન અંગે સોશિયલ મીડિયા પર ઘણાં મીમ્સ બની રહ્યા છે. ટ્વિટર પર ટ્રેન્ડિગ ટોપિક પણ બન્યો છે.

આ સાથે જ અનૂપ સૌથી વિવાદાસ્પદ કન્ટેસ્ટ બની ગયા છે. જેની સોશિયલ મીડિયા પર મજાક કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય વાત એ છે કે, અનૂપ જલોટા અગાઉ ત્રણ વખત લગ્ન કરી ચૂક્યા છે.

જસલીને ઘરની અંદર જવા પહેલાં કહ્યું હતું કે, અનુપજી મારા વગર રહી શકશે નહીં અને હું તેમનાથી દૂર રહી શકીશ નહીં.

બૉલિવૂડ સ્ટાર્સ પણ PM મોદીને શુભેચ્છા આપવામાં ન રહ્યા પાછળ… જુઓ કેવી રીતે કર્યું WISH ?

દેશના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે સમગ્ર દેશવાસીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે બૉલિવૂડ પણ તેમાં પાછળ રહ્યું નથી. બૉલિવૂડના ખેલાડી અક્ષય કુમાર, કંગના રનૌત, દિગ્દર્શક મધુર ભંડારકરથી લઈ શેખર કપૂર સહિત ઘણા સ્ટાર્સ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

કંગનાએ PM મોદીના દીર્ઘાયુની શુભેચ્છા આપતો વીડિયો શૅર કર્યો છે. જેમાં મોદીના કાર્યક્રમ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ કાર્યક્રમની પ્રશંસા કરી છે.

જયારે અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ અને તેમના કાર્યની પ્રશંસા કરી. આ સાથે જ તેમને શુભેચ્છા પાઠવી છે.

ફિલ્મ દિગ્દર્શક મધુર ભંડારકરે PM મોદી સાથેનો ફોટો ટ્વિટ કર્યો છે અને તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી છે.

ફિલ્મકાર અશોક પંડિતે ખાસ સંદેશા સાથે મોદીને શુભેચ્છા પાઠવી છે

અભિનેતા અનુપમ ખેરે પણ વડાપ્રધાન મોદીની સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે.

શેખર કપૂરે 125 કરોડ દેશવાસીઓના તરફથી શુભેચ્છા પાઠવી છે.

જયારે અભિનેતાથી રાજનેતા બનેલા પરેશ રાવલે અલગ જ અંદાજમાં વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવી છે.

PM મોદીએ છેલ્લા 4 વર્ષમાં ક્યાં અને કેવી રીતે કરી જન્મદિવસની ઉજવણી ? જાણો…

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 68મો જન્મદિવસ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મનાવી રહ્યાં છે. જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરશે. વડાપ્રધાન જગપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં પૂજા કરશે. જોકે આજે પીએમ મોદી જન્મદિવસે પોતાની માતા હીરા બાને મળ્યા નથી. 2014થી PM મોદી સત્તા પર આવ્યા પછી વિવિધ જગ્યાઓ પર તેમણે પોતાનો જન્મદિવસ મનાવ્યો છે.

modi with Hira ba

17 સપ્ટેમ્બર 2014: મોદીએ અમદાવાદમાં હીરા બા સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. જ્યારે તેમના માતાએ રૂ. 5001 ભેટમાં આપ્યા હતા. જેને મોદીએ જમ્મુ કાશ્મીરના પૂરપીડિતો માટેના રાહત ફંડમાં આપી દીધાં હતા. આ ઉપરાંત ગુજરાતમાં જ ઘણા કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો હતો.

modi-2_091718123020

17 સપ્ટેમ્બર 2015: મોદીએ આ જન્મદિવસની એક સામાન્ય દિવસની જેમ જ ઉજવણી કરી હતી. દિલ્હીના રાજપથ લૉનમાં 1965ના યુદ્ધ શહીદોની યાદમાં આયોજીત એક શૌર્યઅંજલિ આપી હતી. તમામ વિપક્ષ નેતાઓએ મોદીને શુભેચ્છા પાઠવી હતી અને મોદીએ તેમનો આભાર માન્યો હતો.

Sardar sarovar- PM modi

17 સપ્ટેમ્બર 2016: 66મા જન્મદિવસ પર મોદી ગાંધીનગર પહોંચ્યા હતા. તેમના માતા સાથે મુલાકાત કરી હતી, જે પછી આદિવાસી અને દિવ્યાંગ બાળકોની મુલાકાત લીધી હતી અને તેમની સાથે જ ઉજવણી કરી હતી.

modi-3_091718123020

17 સપ્ટેમ્બર 2017: 67મા જન્મદિવસ પર મોદીએ ગુજરાતની સૌથી મહત્વપૂર્ણ યોજના સરદાર સરોવર બંધનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે પણ નર્મદા જિલ્લા જતાં પહેલાં માતા હીરા બાના આશીર્વાદ લીધા હતા.

PM મોદીના જન્મદિવસની વારાણસીમાં ભવ્ય ઉજવણી, રીટર્ન ગિફ્ટ હશે 500 કરોડની !!!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાન મોદી 68મો જન્મદિવસ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ઉજવશે. આજે મોદી વારાણસી પહોંચી એક પ્રાથિમક શાળાના બાળકો સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ સીધા નરૂર ગામ પહોંચશે જ્યાં એક સ્કૂલમાં NGO દ્વારા ‘રૂમ 2 રીડ’ માટે મદદ મળી રહી છે.

વડાપ્રધાન જગપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં પૂજા કરશે. આ ઉપરાંત કાશી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાથે DLW પરિસરમાં વાતચીત કરશે. પીએમ મોદીના જન્મદિવસે ખાસ…

  • 68 જગ્યા પર દીપોત્સવ થશે.
  • 68 મંદિરોમાં દર્શન-પૂજનનો કાર્યક્રમ છે.
  • 72 જગ્યા પર મેડિકલ કેમ્પ લગાવાશે.
  • 90 જગ્યા પર સ્વચ્છતા અભિયાન પણ ચલાવાશે.
  • 68 જગ્યા પર કેક કાપવાની યોજના પણ છે.

PM મોદી મંગળવારે પણ વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના એમ્ફી થિયેટરથી વિવિધ 500 કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને ભૂમિપૂજન કરશે

PMO અનુસાર, આ પરિયોજનાઓમાં જૂનાં કાશીને એક વિદ્યુત વિકાસ યોજના અને BHUમાં એક અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનો સમાવેશ થાય છે. BHUમાં ઑપ્થેમોલોજી સેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવશે।

PM મોદી BHUમાં વૈદિક વિજ્ઞાન કેન્દ્રમાં શિલાન્યાસ કરશે. પ્રજાપતિ સમાજના લોકોને માટીના વાસણ બનાવવા માટે ઇલેક્ટ્રિક સંચાલિત મશીનનું વિતરણ કરશે. 362 કરોડની આઇપીડીએસ યોજના અંતર્ગત લોકાર્પણ કરાશે.

Bigg Boss-12ના સૌથી મોંઘા મેહમાન છે આ ભજન ગાયક, એક શોના મળશે આટલાં લાખ !!!

પ્રખ્યાત રિયાલિટી શો બિગ બૉસના 12મા સીઝનની રવિવારે રાત્રે 9 કલાકથી શરૂઆત થઇ રહી છે. જેમાં સૌથી ચોંકવનારૂ નામ ભજન ગાયક અનૂપ જલોટાનું છે. ભજન સમ્રાટને શોમાં લાવવા માટેના ઘણાં કારણ છે, પરંતુ ચોંકવનારું કારણ એ છે કે તેમને શોમાં લાવવા માટે મોટી રકમ ખર્ચ કરવામાં આવી છે.

anup family

એક રિપોર્ટ અનુસાર, બિગ બૉસના મેકર્સ આ વખતનો શો પરિવાર માટે બનાવવા માગે છે. જેને ધ્યાનમાં રાખીને ભજન સમ્રાટ અનૂપ જલોટાને લાવવા માટેનું પ્લાનિંગ કર્યું છે. 65 વર્ષના અનૂપ જલોટાને શોમાં એક અઠવાડિયાના રૂ.45 લાખ મળશે.

Anup in BB

રસપ્રદ વાત એ છેકે અનૂપ જલોટાની કારકિર્દીમાં તમામ વિવાદોથી દૂર જ રહ્યા છે. તેમની લોકોમાં છાપ પણ ઘણી સારી છે. જે સ્થિતિમાં દર્શકોને બિગ બૉસના ઘરમાં ચાલતી મગજમારીઓમાં તેમને જોવાનું રસપ્રદ બની રહેશે.

BB 12 TV9

નોંધનીય વાત એ છેકે, અનુપ જલોટા બિગ બૉસમાં સૌથી ઉંમરલાયક પ્રતિયોગી છે. તેમણે પણ કહ્યું કે, બિગ બૉસનું આમંત્રણ જ મારા માટે ચોંકાવનારું રહ્યું છે. પછી વિચાર્યું કે મારા સંગીતની મદદથી ઘરના લોકોની મુશ્કેલીઓ હળવી કરી શકીશ.

%d bloggers like this: