રાજ્યની તમામ ચેકપોસ્ટ કરવામાં આવી બંધ, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

રાજ્યની આંતરરાજ્ય અને આંતર જિલ્લા ચેકપોસ્ટ પર વાહનોનો અવરજવર તથા ટ્રાફિક નિયમન કામગીરીની ઉચ્ચસ્તરે સમીક્ષા બાદ આંતર જિલ્લા તથા આંતર રાજ્ય જિલ્લા ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય રાજ્ય પોલીસ વડા દ્વારા લેવામાં આવ્યો છે. બંધ કરાયેલી ચેકપોસ્ટ ના સ્ટાફને દારૂ અને જુગાર અંગેની સ્પેશિયલ ડ્રાઈવમાં જોતરવા જિલ્લા, રેન્જ તથા શહેરના પોલીસ વડાઓને શિવાનંદ ઝાએ આદેશ કર્યો છે. આજથી એક સપ્તાહ સુધી રાજ્યભરમાં ડીજીપી દ્વારા સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા છે.

ચેકપોસ્ટ કાયમી ધોરણે બંધ કરવામાં આવી છે પરંતુ ચેકપોસ્ટ કે વાહન ચેકીંગની કામગીરી બંધ કરવામાં નથી આવી. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પ્રશ્ન ઉભો થાય અને એવીજ કોઈ ગંભીર સ્થિતિ સર્જાય અથવા કેન્દ્ર કે રાજ્ય ગુપ્તચર તંત્રના કોઈ ચોક્કસ ઇનપુટ હશે તેવા સમયે ચેકપોસ્ટની કામગીરી યથાવત રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Shirdi temple pledges 200 kg gold to Modi's scheme to beat HC ban - Tv9

ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન તથા વાહનોના દસ્તાવેજો ઉપલબ્ધ નહીં હોવાને કારણે ઘણી વખત એકલ દોકલ વાહન ચાલકોને કારણે અન્ય વાહન ચાલકો તથા સામાન્ય નાગરિકોના સમયનો વેડફાટ થવા સાથે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આવા નાગરિકોને હાલાકી ના પડે તે માટે ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડીજીપી કચેરીના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે.

READ  અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એવું તે કેવું ટ્વીટ કર્યું કે અંતે પોતે જ ડિલીટ કરવું પડ્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ ચેકપોસ્ટ પર ફાળવવામાં આવતો હોવાને કારણે પોલીસ મથકોએ કે બ્રાન્ચમાં સ્ટાફની અછત સર્જાતી હતી અને નાગરિકોના કામ અટવાતા હતા. ચેકપોસ્ટ પરનો સ્ટાફ પોલીસ મથકો કે બ્રાન્ચમાં મુકવાથી પેન્ડિંગ કેસોની તપાસ તથા કાયદો વ્યવસ્થાની જાળવણીમાં ઝડપ આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  VIDEO: સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ તલોદમાં પોણા 4 ઈંચ વરસાદ

ચેકપોસ્ટ હટાવવાનો નિર્ણય લેવા સાથે જ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આગામી 31મી ડિસેમ્બરને અનુલક્ષીને 24 ડિસેમ્બરથી આગામી 2જી જાન્યુઆરી સુધી રાજ્યભરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા ડ્રાઈવ યોજવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓ,રેન્જ વડાઓ અને પોલીસ કમિશ્નરને આ આદેશ આપવામાં આવ્યો છે. જો એક સપ્તાહ દરમ્યાન રાજ્ય કક્ષાની કે જિલ્લા કક્ષાની કોઈ એજન્સીના દરોડામાં આવી પ્રવૃત્તિ સામે આવશે અને સ્થાનિક પોલીસ કે પોલીસ મથકના અધિકારીઓ બેદરકારી સામે આવશે તો સખત કાર્યવાહીની ચિમકી આપવામાં આવી છે.

FB Comments