અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું નામ આગાહી નિષ્ણાત તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. તેમનું પુરુ નામ અંબાલાલ દામોદરદાસ પટેલ છે. ખાસ કરીને તેમની પાસેથી ચોમાસું કેવું રહેશે એની જાણકારી મેળવવા ખેડૂત સહિતના લોકો તેમનાં અનુમાન પર કાન માંડીને બેઠા હોય છે. અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અંબાલાલ પટેલ ઍગ્રિકલ્ચર ગ્રૅજ્યુએટ છે. તેમણે આણંદની કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી ઍગ્રિકલ્ચરની ડિગ્રી મેળવી છે.

1972 માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. બાદમાં ઉત્તરોતર એગ્રીકલ્ચર ઓફિસની બઢતી મેળવી હતી. તેમણે મદદનીશ ખેતી નિયામક તરીકે પણ ફરજ બજાવી છે.

અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. એક વાર અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યારબાદ તેઓએ જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, મેઘમહોદય ગ્રંથ, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

અંબાલાલ દામોદરદાસ પટેલે હવામાનને લઈ 1980માં પહેલી આગાહી કરી હતી. ત્યારથી લઈ અત્યાર સુધી તમામ ઋતુની આગાહી કરતા આવ્યા છે.

Read More

ખેડૂતો માટે સારા સમાચાર, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ, જુઓ Video

અંબાલાલ પટેલે રાજ્યમાં મજબૂત વરસાદી રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં મજબૂત પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના સંકેત મળ્યા છે. આગાહી મુજબ આગામી ચાર દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ-VIDEO

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ ભયંકર ગરમીમાં રાહત મળશે અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આજથી લઈને 14 મે સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરુ થશે જેમાં રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન આંધી સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

2024ના ચોમાસાની શરુઆત ક્યારે? અંબાલાલે કરી આગાહી, જુઓ

અખાત્રીજના દિવસે ખેડૂતોને માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. અખાત્રીજે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચોમાસું વહેલું આવી શકે છે. 2024 નું ચોમાસું ખેડૂતો માટે સારું ચોમાસું રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. દરિયાના પવનમાં મોટો ફેરફાર થઈ શકે છે અને જેને લઈ ચોમાસું વહેલા આવવાની શક્યતાની આગાહી અંબાલાલે કરી છે.

આજનું હવામાન : રાજ્યમાં હીટવેવ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયુ યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થશે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી 2 દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે હીટવેવ પછી કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain : વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, આ દિવસે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા, જુઓ Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. આ દિવસે ગુજરાતભરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વાવાઝોડા અને વંટોળ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસા અને કમોસમી વરસાદને લઈને કરી આ આગાહી, વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત- Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને વધુ એક આગાહી કરી છે. રાજ્ય અને દેશમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં હલચલ શરૂ થતા હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે.

રાજ્ય પર ફરી ઘેરાયુ માવઠાનું સંકટ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, આ દિવસોમાં ગાજવીજ થશે વરસાદ- Video

રાજ્યમાં ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠુ થવાની આગાહી કરી છે. રાજ્યમાં 12 થી 15 એપ્રિલ દરમિયાન પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

આજનું હવામાન : રાજ્યમાં વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી, માવઠા બાદ પડશે આગઝરતી ગરમી, જુઓ વીડિયો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાન 42 ડિગ્રી પાર જવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, ખેડા, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠું થવાની કરી આગાહી, એપ્રિલના આ દિવસોમાં વરસશે વરસાદ, જુઓ Video

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે. તો 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.

અંબાલાલ પટેલે કરી હતી એક એવી આગાહી, જેના લીધે થઇ હતી તેમની ધરપકડ

હવામાન વિશેની આગાહીની વાત આવે તો તરત જ ગુજરાતના અંબાલાલ પટેલનું નામ સૌ કોઇના મોઢે આવે છે. ગુજરાતમાં હવામાન શાસ્ત્રી તરીકે જાણીતા અંબાલા પટેલની આગાહીને લોકો સચોટ ગણે છે. લોકો તેમની આગાહી પર વિશ્વાસ કરી રહ્યા છે. જો કે એક સમય એવો હતો કે આગાહી કરતા આ જ અંબાલાલ પટેલની એક આગાહીના પગલે જ ધરપકડ કરવામાં આવી હતી.

આજનું હવામાન: કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ, જુઓ વીડિયો

અમદાવાદ, અરવલ્લી, ભરુચ,ભાવનગર, બોટાદ,નર્મદા,તાપી સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, આણંદ,બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા,મહીસાગર, પંચમહાલ,સાબરકાંઠા,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી પડશે કમોસમી વરસાદ

ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન પલટાવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે માવઠું પડશે. આ ઉપરાંત ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી, આ દિવસે ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવા માવઠું થવાની અને તાપમાન વધવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો કચ્છમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.

કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
g clip-path="url(#clip0_868_265)">