પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ

આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. બોલિવુડ અભિનેત્રી પંજાબ કિંગ્સની મેચમાં હંમેશા ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. કોચ બેલિસ છે. 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) તરીકે સ્થપાયેલ, ફ્રેન્ચાઇઝી સંયુક્ત રીતે મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પોલની માલિકીની છે. ફેબ્રુઆરી 2021માં ટીમનું નામ કિંગ્સ ઈલેવન પંજાબ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. 2014 સીઝનમાં આ ટીમ લીગ સ્ટેજમાં ટોચ પર રહી અને રનર અપ બની. આ સિવાય 13 સીઝનમાં માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી હતી. ટીમની કો-ઓનર અને લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પંજાબ કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

આઈપીએલ 2021 સીઝન સુધી કેએલ રાહુલ પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ, શિખર ધવન અને 2023માં સૈમ કુરન ટીમનો કેપ્ટન હતો.

 

 

Read More

શિખર ધવનને મળ્યું નવું કામ, 50 સેકન્ડના વીડિયોમાં થયો મોટો ખુલાસો

ટીમ ઈન્ડિયામાંથી પહેલાથી જ બહાર રહેલો શિખર ધવન હવે IPL 2024માં બેંચ પર બેઠો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, તે અનફિટ છે, પરંતુ હવે IPLની વચ્ચે આ ખેલાડીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લાગે છે કે હવે શિખર જલ્દી જ ક્રિકેટને અલવિદા કહી શકે છે અને પોતાનો નવો રસ્તો પસંદ કરી શકે છે.

IPL 2024 : ફેન્સ દ્વારા સતત ટ્રોલિંગ અને નફરત મળી છતાં હાર ન માની, બુમરાહને પછાડી બન્યો સિઝનનો નંબર-1 બોલર આ ગુજ્જુ ખેલાડી

2021ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા રેકોર્ડ 32 વિકેટ લીધી અને પર્પલ કેપ જીતી. ત્યાર પછીની સિઝન સારી ન રહી અને બેંગલુરુએ તેને છોડી દીધો, જે બાદ પંજાબ કિંગ્સે તેને ખરીદ્યો અને આ માટે ફ્રેન્ચાઈઝીની સાથે તેને પણ ભારે ટ્રોલ કરવામાં આવ્યો. આવી નફરત છતાં હાર ન માની અને સૌથી વધુ વિકેટ લઈ યોગ્યતા સાબિત કરી આ ખેલાડી બન્યો IPL 2024નો નંબર-1 બોલર.

IPL 2024માં પર્પલ કેપનો દાવેદાર છે આ બોલર, ટીમ ઈન્ડિયામાં નથી મળ્યું સ્થાન

હર્ષલ પટેલ અત્યારસુધી આઈપીએલ 2024માં કુલ 22 વિકેટ લઈ પર્પલ કેપની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો હવે પરસેવો છુટી ગયો છે.

જયસ્વાલે ફરી એકવાર કર્યા નિરાશ, શું વિરાટ કોહલીને યશસ્વીની નિષ્ફળતાનો ફાયદો મળશે?

IPL 2024 યશસ્વી જયસ્વાલ માટે સારું રહ્યું નથી. રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગ કરતા તે 13 મેચમાં માત્ર 338 રન જ બનાવી શક્યો હતો. આ સિઝનમાં તે 13માંથી 11 ઈનિંગ્સમાં નિષ્ફળ રહ્યો છે. જ્યારે વિરાટ કોહલીએ RCB માટે ઓપનિંગ કરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે તેને આનો ફાયદો T20 વર્લ્ડ કપમાં મળી શકે છે.

IPL 2024 RR vs PBKS : પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું, સેમ કરનની 63 રનની કેપ્ટન ઈનિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 65માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024 : 10મી વખત પ્લેઓફમાંથી બહાર થઈ આ ટીમ, આ સાથે પોતાને નામ કર્યો એક ખરાબ રેકોર્ડ

પંજાબ કિંગ્સની આઈપીએલ 2024માંથી સફળ પૂર્ણ થઈ ચુકી છે. ટીમ હવે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે નહિ, તમને જણાવી દઈએ કે, આઈપીએલમાંથી સતત 10મી વખત પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

IPL 2024 : PBKS vs RCBની મેચમાં વિરાટ કોહલીએ પહેલા તોડ્યું પ્રીટિ ઝિન્ટાનું દિલ, પછી કહ્યું So Sorry…જુઓ વીડિયો

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં પ્લેઓફમાંથી બહાર થઈ ગયા છે. પંજાબ કિંગ્સે પ્લેઓફની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીત મેળવવી હતી. પરંતુ તે આમ કરી શકી નહીં. જોકે આ વચ્ચે વિરાટ કોહલી જે બોલ્યો તે પ્રીટિ ઝિન્ટાએ પણ ભારે દિલ સાથે સાંભળી લેવું પડ્યું. 

IPL 2024 PBKS vs RCB: ધર્મશાલામાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પંજાબ બહાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને એકતરફી રીતે હરાવ્યું હતું. આ મેચમાં નિષ્ફળતા સાથે પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. RCBની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી જેણે 92 રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ જીત્યો હતો.

IPL 2024 : આજેની મેચ રહેશે ખુબ જ ખાસ, બંન્નેમાંથી એક ટીમ બહાર થશે

પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું આઈપીએલ 2024ની 58મી મેચ ધર્મશાળામાં રમાશે. આ મેચમાં હારનારી ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થશે.રે આજે બંન્ને ટીમ માટે મેચ નોકઆઉટ જેવી રહેશે.

IPL 2024: પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મજાક ઉડાવી, ધર્મશાળામાં મેચ પહેલા વધી ગરમી

IPL 2024 ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે 9 મેના રોજ ધર્મશાળામાં રમાવાની છે. પોઈન્ટ ટેબલ પર બંને ટીમો એકબીજાની આગળ-પાછળ છે. બંને માટે પ્લેઓફની રેસમાં બન્યા રહેવા માટે આ મેચમાં જીત મેળવવી ખૂબ જ જરૂરી. એવામાં બંને ટીમો વચ્ચે કાંટે કઈ ટક્કર થવાની આશા છે. આ બધા વચ્ચે પંજાબે બેંગલુરુની મજાક ઉડાવીને મેચ પહેલા ગરમી વધારી દીધી છે.

IPL 2024ની સીઝનમાં કોઈ ન કરી શક્યું તે સાણંદના ગુજરાતી ખેલાડીએ કર્યું, ધોનીને 0 પર બોલ્ડ કર્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં આજે ડબલ હેડર મેચ છે. પહેલી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાય રહી છે. જેમાં આઈપીએલ 2024માં કોઈ ટીમનો ખેલાડી ન કરી શક્યો તે એક ગુજરાતીએ કરી દેખાડ્યું,

IPL 2024: પંજાબે ચેન્નાઈને સતત ચોથી વખત હરાવ્યું, પ્રીટિ ઝિન્ટાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું

પંજાબ કિંગ્સની ટીમને હળવાશથી લેવી કોઈપણ માટે મોંઘી સાબિત થઈ શકે છે. છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યા બાદ પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સને પણ હરાવ્યું હતું. મોટી વાત એ છે કે પંજાબે ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ જીત નોંધાવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબને લક્ષ્યાંક હાંસલ કરવામાં કોઈ મુશ્કેલી પડી ન હતી. પંજાબે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી.

IPL 2024 KKR vs PBKS: 261 રન પણ ઓછા પડ્યા, પંજાબ કિંગ્સે ઈતિહાસ રચ્યો, કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું

પંજાબ કિંગ્સે એવું કર્યું જે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેમના જ મેદાન 261 રનનો ટાર્ગેટ ચેઝ કરી પંજાબ કિંગ્સે ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ કોલકાતાએ આ સિઝનમાં ઘરઆંગણે તેની બીજી હારનો સામનો કરવો પડ્યો છે અને બંને વખત કોલકાતા રેકોર્ડ ચેઝને કારણે હારી ગયું છે. થોડા દિવસો પહેલા જ રાજસ્થાન રોયલ્સે કોલકાતાને 224 રનનો ટાર્ગેટ હાંસલ કરીને હરાવ્યો હતો,

IPL 2024: બેયરસ્ટોએ KKRને હરાવ્યું, ધમાકેદાર સદી સાથે 6 મેચોની નિષ્ફળતાની કરી ભરપાઈ

પંજાબ કિંગ્સના વિસ્ફોટક બેટ્સમેન જોની બેયરસ્ટોએ KKR સામે જોરદાર સદી ફટકારી હતી. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આ સિઝનની આ ત્રીજી સદી છે. આ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના સુનીલ નારાયણ અને રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે આ જ મેદાનમાં સદી ફટકારી હતી. કોલકાતા તે મેચ હારી ગયું હતું. એકંદરે, આ IPL 2024ની 10મી સદી અને પંજાબ તરફથી પ્રથમ સદી છે.

IPL 2024: પંજાબ કિંગ્સને 146 રનની ‘પેનલ્ટી’, 3 મોટી ભૂલ માટે મળી આકરી સજા

પંજાબ કિંગ્સનું આ સિઝનમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને ટીમને છેલ્લી 4 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, જ્યારે ટીમને ખેલાડીઓ તરફથી સારા પ્રદર્શનની જરૂર હતી, ત્યારે તેમણે મેદાન પર પોતાની ભૂલોથી રસ્તો વધુ મુશ્કેલ બનાવી દીધો અને તેમને ભારે વળતર ચૂકવીને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું.

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">