રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ દેશના સંરક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના મજબૂત નેતા છે. હાલમાં રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી સાંસદ છે. તેઓ ભારતના ગૃહમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઈ 1951ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના નાના ગામ ભાભોરામાં થયો છે. તેમનો જન્મ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામ બદન સિંહ અને માતાનું નામ ગુજરાતી દેવી હતું. તે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.

તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. રાજનાથ સિંહ શરૂઆતમાં મિર્ઝાપુરમાં ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તરીકે કામ કરતા હતા. તેઓ માત્ર 13 વર્ષની વયે RSSમાં જોડાયા હતા, જેણે તેમના માટે ભાજપમાં જોડાવાનો માર્ગ સાફ કર્યો હતો. 1977માં તેઓ મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

તેઓ જયપ્રકાશ નારાયણના જેપી આંદોલનથી પ્રભાવિત થઈને જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પછી 1975માં ઈમરજન્સી લાદવામાં આવી અને તેઓ જેલમાં ગયા. જ્યારે તેઓ મુક્ત થયા, ત્યારે તેઓ ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ઈ.સ. 1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત તેની સરકાર બનાવી, ત્યારે તેમને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2000માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. તેઓ બે વખત પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014માં જ્યારે ભાજપ પહેલીવાર બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે પાર્ટીની કમાન તેમના હાથમાં હતી.

Read More

20 મેના રોજ 5માં તબક્કામાં 49 બેઠકો પર મતદાન, રાહુલ, સ્મૃતિ, રાજનાથ સહિતની આ હસ્તીઓ ચૂંટણીના રણમેદાને

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, ઝારખંડની ત્રણ અને જમ્મુની તથા લદાખની એક-એક બેઠક પર મતદાન થશે.

માતા ગુજરાતી દેવીને ત્યાં થયો છે જન્મ, દિકરો રાજકારણમાં, દિકરાની વહુએ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો છે ગોલ્ડ મેડલ

રાજનાથ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના ભાભૌરા ગામના રાજપૂત પરિવારમાં થયો હતો.તેમના પિતા રામ બદન સિંહ હતા અને તેમની માતા ગુજરાતી દેવી હતા. ખેડૂત પરિવારમાં જન્મેલા સિંહે ગોરખપુર વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિક વિજ્ઞાનમાં અનુસ્તાતકની પદવી પ્રાપ્ત કરી હતી.

Lok Sabha Election: ભાજપે લોકસભા ચૂંટણી માટે રાજનાથ સિંહના નેતૃત્વમાં બનાવી ચૂંટણી ઢંઢેરા સમિતિ, ગુજરાતના આ નેતાને મળ્યું સ્થાન

ભાજપે લોકસભા ચૂંટણી માટે પાર્ટીની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. આ સમિતિનું નેતૃત્વ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહ કરશે. સમિતિમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત 27 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર મેનિફેસ્ટો કમિટીની પહેલી બેઠક એપ્રિલના પહેલા સપ્તાહમાં બોલાવવામાં આવશે.

ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે : અદાણી ગ્રૂપ આગામી 10 વર્ષમાં ડિફેન્સ સેક્ટરમાં મોટું રોકાણ કરશે

સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે નરેન્દ્ર મોદી સરકારના પ્રયાસોને સાકાર કરવા અદાણી ગ્રુપ આગામી 10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રમાં મોટું રોકાણ કરશે. અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના ચીફ એક્ઝિક્યુટિવ આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે ઇચ્છિત ધ્યેયને સાકાર કરવા માટે કંપનીમાં દરેક વ્યક્તિ ખભેથી ખભો મિલાવી કામ કરશે.

લખનૌ ખાતે કરોડોના ખર્ચે ઊભું કરાયેલું ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ સંકલિત ટર્મિનલ T3ને વડાપ્રધાને ખુલ્લું મૂક્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અહીં ચૌધરી ચરણ સિંઘ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CCSIA) ના સંકલિત ટર્મિનલ 3 ખુલ્લું મૂક્યું હતું. 4500 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ આ ટર્મિનલ પીક અવર્સ દરમિયાન 4000 મુસાફરોનું સંચાલન કરવાની ક્ષમતા સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને સેવાઓ પૂરી પાડશે.

ચીનની નાપાક ચાલ પહેલા ભારતનું મોટું પગલું, વધુ 10,000 સૈનિકો સરહદ પર કર્યા તૈનાત

જૂન 2020માં પૂર્વી લદ્દાખના ગલવાન વિસ્તારમાં ચીન અને ભારત વચ્ચેના મડાગાંઠને પગલે બેઇજિંગ સાથેના સંબંધોમાં તિરાડ પડી હતી. તે દરમિયાન, સરકાર ચીન સાથેની તેની સરહદને વધુ મજબૂત કરવા માટે 10,000 વધારાના સૈનિકો તૈનાત કરવા જઈ રહી છે. આ સૈનિકો હાલમાં દેશની પશ્ચિમી સરહદ પર તૈનાત હતા.

ગુજરાતી બિઝનેસમેન સહિત ભારતમાં આ લોકોને મળી છે Z+ સિક્યોરિટી, જુઓ લિસ્ટ

સામાન્ય માણસથી લઈને સેલિબ્રિટી અથવા કોઈપણ રાજકારણી, તેઓ તેમની સુરક્ષાને લઈને ખૂબ જ સભાન છે. ઘણી હસ્તીઓ તેમની પોતાની અંગત સુરક્ષા ટીમ સાથે રાખે છે. ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત ઘણા મહાનુભાવોને ઉચ્ચ સ્તરની સરકારી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. સરકારી સુરક્ષાના ચાર પ્રકાર છે: X, Y, Z અને Z+. આજે અમે તમને જણાવીશું કે કયા લોકોને Z+ સિક્યોરિટી આપવામાં આવે છે.

ત્રીજી ટર્મ તો ખરી, ચોથી ટર્મમાં પણ મોદી જ આવશે : રાજનાથ સિંહ, જુઓ Video

WITT Satta Sammelan : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે TV9 નેટવર્કના ગ્લોબલ સમિટ વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે કોન્ક્લેવના ત્રીજા દિવસે સત્તા સંમેલનમાં ભાગ લીધો હતો. રાજનાથ સિંહે અહીં લોકસભાની આગામી ચૂંટણીને લઈને આગાહી કરી હતી કે, ભાજપ 2024માં 370 સીટો જીતશે. ભાજપ ગઠબંધનને 400થી વધુ બેઠકો મળી રહી છે.

PoKને લઈને શું છે ભારતનો પ્લાન? રાજનાથ સિંહે WITT સતા સમ્મેલનમાં કહ્યું ઘણું બધું

દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9ના વાર્ષિક કાર્યક્રમ What India Thinks Today (WITT)ની પાવર કોન્ફરન્સમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે PoK સંબંધિત ભારતની યોજના જણાવી છે. આ દરમિયાન તેણે પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું હતું.

10 વર્ષમાં ભારતની સંરક્ષણ નીતિમાં કેટલો બદલાવ આવ્યો છે? રક્ષા મંત્રી રાજનાથે WITT પાવર કોન્ફરન્સમાં કરી આ વાત

WITT: TV9 નેટવર્કની ગ્લોબલ સમિટ વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે કોન્ક્લેવમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રક્ષા મંત્રીએ ફરી એકવાર પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી ઉશ્કેરણીજનક ગતિવિધિઓને ક્યારેય સહન કરવામાં આવશે નહીં. આ સાથે રક્ષા મંત્રીએ છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા ફેરફારોની પણ વિગતવાર માહિતી આપી હતી.

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">