સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની હાલમાં કેન્દ્ર સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. તેઓ 2019 થી આ પદ પર છે અને ઉત્તર પ્રદેશના અમેઠીથી લોકસભાના સાંસદ છે. તેમની રાજકીય કારકિર્દી 2003 માં શરૂ થઈ જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીની સભ્ય બન્યા અને દિલ્હીના ચાંદની ચોક લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સામે હાર્યા.

સ્મૃતિ ઈરાની 2010 થી 2013 સુધી ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યાં હતા. 2014 થી માનવ સંસાધન વિકાસ મંત્રી, કાપડ મંત્રી અને માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યા છે. તે 2011 થી 2019 સુધી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા. 2019 માં, તેમણે અમેઠીથી ચૂંટણી લડી અને ત્યાંથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હરાવ્યા.

રાજકારણમાં પ્રવેશતા પહેલા સ્મૃતિ ઈરાનીએ એક જાણીતી ટીવી અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેણે વર્ષ 1998માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો. આ સાથે તેમણે 4 અલગ-અલગ ભાષાઓમાં થિયેટર પણ કર્યું છે. સ્મૃતિ ઈરાનીએ લાલ સલામ નામનું પુસ્તક પણ લખ્યું છે.

 

Read More

3 બાળકોની માતા છે સ્મૃતિ ઈરાની, એક દિકરી છે સાસરે, આવો છે પરિવાર

આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ યુપીની અમેઠી લોકસભામાંથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. તો આજે આપણે ટીવી સિરીયલ થી લઈ ફિલ્મો અને રાજકારણમાં મોટું નામ કમાનાર સ્મૃતિ ઈરાનીના પરિવાર વિશે વાત કરીશું.

જયરામ રમેશએ મહિલા કલ્યાણના પ્રયાસો પર આરોપ લગાવતા સ્મૃતિ ઈરાની ભડક્યા, કહ્યું તદ્દન પાયાવિહોણા..

સ્મૃતિ ઈરાનીએ જયરામ રમેશ પર આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સત્ય પાયાવિહોણા આરોપોને નકારી કાઢે છે, પરંતુ ઉત્તરાધિકારીને એ જાણીને નિરાશા થશે કે 2014-15 થી મહિલાઓ અને છોકરીઓ માટેના ભંડોળમાં ત્રણ ગણો વધારો થયો છે.

Smriti Irani Birthday: ટીવીની આદર્શ પુત્રવધૂથી કેબિનેટ મંત્રી સુધીની સફર, જન્મદિવસ પર વાંચો સ્મૃતિ ઈરાનીની કેટલીક જાણી અજાણી વાતો

Smriti Irani Birthday Special: સ્મૃતિ ઈરાનીનો આજે જન્મદિવસ છે ,તેમનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં થયો હતો.સ્મૃતિની કરીયર અદ્ભુત છે અને તેણે દરેક પ્લેટફોર્મ પર પોતાની જાતને પરફેક્ટ સાબિત કરી છે. રાજકારણમાં આવતા પહેલા સ્મૃતિ ઈરાનીએ મોડલિંગ અને ટેલિવિઝનની દુનિયામાં પણ કામ કર્યું છે.

માત્ર 7 દિવસમાં જ સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થીઓને આપી આ ખાસ ભેટ, જુઓ Video

દિલ્હી યુનિવર્સિટીમાં આયોજિત વિકાસ ભારત એમ્બેસેડરના 'નારી શક્તિ કોન્ક્લેવ'માં ભારે ભીડ એકઠી થઈ હતી. કોન્ક્લેવનું મુખ્ય આકર્ષણ મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની હતા. સ્મૃતિ ઈરાની પાસે વિદ્યાર્થીઓએ મદદ માંગી હતી.

લોકસભા ચૂંટણી 2024: ભાજપે ઉત્તરપ્રદેશની 80 પૈકી 51 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, વિવાદમાં રહેલા અજય મિશ્રા ટેનીને ખીરીથી કરાશે રિપીટ

લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે તેના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમા ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 80 પૈકી 51 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમા બનારસ બેઠક પરથી સતત ત્રીજીવાર પીએમ મોદી ચૂંટણી લડશે. જ્યારે અમેઠીથી બીજીવાર સ્મૃતિ ઈરાનીને રિપીટ કરાયા છે, જ્યારે મથુરાથી હેમા માલિનીને રિપીટ કરવામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીની 10 મહત્વની વાત, જાણો શું છે ખાસ?

લોકસભા 2024 ની ચૂંટણીને લઈ 16 રાજ્યો અને બે યુનિયન ટેરેટરી માટે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વારાણસીથી ચૂંટણી લડશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહને લખનૌથી જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ગાંધીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અહીં મહત્વના મુદ્દાઓ છે જે લોકસભા ચૂંટણી માટે મહત્વના સાબિત થશે.

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">