સનરાઈઝર્સ હૈદરાબાદ

સનરાઈઝર્સ હૈદરાબાદ

સનરાઇઝર્સ હૈદરાબાદનું ટૂંકું નામ SRH છે, પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. ફ્રેન્ચાઇઝીની માલિકી SUN ગ્રૂપની કલાનિધિ મારનની છે, કેન વિલિયમસન સનરાઈઝર્સની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે. ટ્રેવર બેલિસ ટીમના હેડ કોચ છે. સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલની પહેલી સીઝન 2013માં રમી હતી. જેમાં ટીમ પ્લેઓફમાં પહોંચી અને ચોથા સ્થાને રહી હતી. સનરાઈર્ઝ હૈદરાબાદે 2016માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હાર આપી પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતુ. 2016 થી 2020 સુધી દરેક સીઝનમાં ટૂર્નામેન્ટના પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું છે. 2015, 207 અને 2019 એમ 3 વખત ઓરેન્જ કપ જીતી ચૂકેલા ડેવિડ વોર્નર ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભુવનેશ્વર કુમાર સૌથી વધુ વિકેટ લેનારો બોલરમાંથી એક છે.

 

Read More

KKR vs SRH: જો આમ થશે તો કોલકાતા નાઈટ રાઈડર્સ ફાઈનલમાં જશે, IPL 2024નો ચોંકાવનારો નિયમ

IPL 2024 ક્વોલિફાયર 1 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. જે ટીમ આ મેચ જીતશે તે સીધી ફાઈનલમાં પ્રવેશ કરશે. હારનાર ટીમ ક્વોલિફાયર 2માં રમશે. ક્વોલિફાયર 1 ની મેચમાં જો વરસાદ પડે છે તો રિઝવ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ જો બીજા દિવસે પણ વરસાદના કારણે મેચ ન રમાય તો શું થશે? નિયમ શું કહે છે? કોને ફાયદો થશે. જાણો આ આર્ટીકલમાં.

IPL 2024 Play-offમાં ક્યારે, ક્યાં અને કોની થશે ટકકર ? સંપૂર્ણ શેડ્યૂલ અને પ્લેઓફના દરેક નિયમ જાણો

કોલકાતા નાઈટ રાઈડર્સે સૌથી વધુ 20 પોઈન્ટની સાથે પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે છેલ્લી મેચમાં જીત મેળવી રાજસ્થાન રોયલ્સ પાસેથી બીજું સ્થાન લઈ લીધું છે. રાજસ્થાન ત્રીજા અને આરસીબી ચોથા સ્થાન પર છે.

IPL 2024: SRH vs PBKS વચ્ચેની મેચમાં માથું જમીન પર અને પગ હવામાં ! પ્રીટિ ઝિન્ટા જોતી રહી ગઈ હૈદરાબાદના પ્લેયરનો આ જલવો

IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ vs પંજાબ કિંગ્સ મેચમાં સનવીર સિંહે આશ્ચર્યજનક કેચ લીધો. આ કેચ જોઈને SRHનો કેપ્ટન પેટ કમિન્સ પણ દંગ રહી ગયો હતો. જોકે હૈદરાબાદના ખેલાડીનો આ જલવો જોઈ પ્રીટિ ઝિન્ટા ચિંતામાં મુકાઇ હતી. 

IPL 2024 SRH vs GT : વરસાદના કારણે મેચ રદ્દ, સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં થયું ક્વોલિફાય

IPL 2024 ની 66મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ થવાની હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા હતા. આ સાથે હૈદરાબાદના 15 પોઈન્ટ છે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.

RCB-CSK બંને પ્લેઓફમાં પહોંચશે, SRH બહાર થશે, KKR બનશે ચેમ્પિયન ! હરભજન સિંહે ચોંકાવનારો દાવો કર્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL પ્લેઓફની રેસમાં યથાવત છે અને 18 મેના રોજ ચેન્નાઈ સામે તેની છેલ્લી લીગ મેચ રમવાની છે. આ મેચ પહેલા હરભજન સિંહે મોટો દાવો કરતા કહ્યું છે કે RCB અને ચેન્નાઈ બંને પ્લેઓફમાં પહોંચી જશે. તેના મતે સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પ્રવેશ કરશે નહીં. આ સિવાય તેને કહ્યું કે કોલકાતા ચેમ્પિયન બની શકે છે.

IPL 2024 : પ્લેઓફની રેસમાંથી બહાર થઈ આ ટીમ, આ ત્રણેય ટીમોની ચિંતા વધી

સનરાઈઝર્સ હૈદરાબાદની ધમાકેદાર જીત બાદ આઈપીએલ 2024ની પ્લેઓફની રેસ વધુ રોમાંચક બની ગઈ છે. પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે 9 ટીમ વચ્ચે રોમાંચક જંગ શરુ થયો છે. જાણો હવે કઈ કઈ ટીમ રેસમાં છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની વિક્રમી જીતને કારણે મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર, CSKની પણ વધી મુશ્કેલી

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં હૈદરાબાદ માટે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ બંને ખેલાડીઓએ તોફાની બેટિંગ કરીને વિક્રમ રચ્યો હતો.

IPL 2024 : સનરાઈઝર્સ હૈદરાબાદની જીત બાદ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ‘રડ્યા’, જાણો કેમ?

IPLની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં મેળવી લીધો હતો. લખનૌની આ રેકોર્ડબ્રેક હારથી મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોની આશા તૂટી, જાણો કેમ?

IPL 2024 SRH vs LSG: હૈદરાબાદે માત્ર 9.4 ઓવરમાં 166 રનનો ટાર્ગેટ ચેઝ કરી રચ્યો ઈતિહાસ

IPL 2024 ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદે 166 રનના ટાર્ગેટનો પીછો માત્ર 58 બોલમાં જ કરી લીધો હતો. હૈદરાબાદના બંને ઓપનરોએ ધમાકેદાર બેટિંગ કરતા એક ધમાલ મચાવી હતી. હૈદરાબાદે એક પણ વિકેટ ગુમાવય વિના 166 રન ચેઝ કરી રેકોર્ડબ્રેક જીત હાંસલ કરી હતી. સાથે જ પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે SRH ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે.

IPL 2024: MI vs SRH: મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, સૂર્યકુમાર યાદવે 51 બોલમાં ફટકારી શાનદાર સદી

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં અણનમ 102 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. મુંબઈએ ટુર્નામેન્ટમાં ચોથી જીત નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવે શાનદાર સિક્સર ફટકારી પોતાની સદી પૂરી કરવાની સાથે મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી.

IPL 2024: 4 ઓવરમાં 42 રન આપ્યા, છતાં અંશુલ કંબોજને શા માટે સલામ કરી રહી છે દુનિયા?

IPL 2024 ની 55મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક આપી અને આ યુવા બોલરે પહેલી જ મેચમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો બંનેને પ્રભાવિત કર્યા. મોટી વાત એ છે કે આ ખેલાડીએ 4 ઓવરમાં 42 રન આપ્યા પરંતુ આમ છતાં લોકો તેને સલામ કરી રહ્યા છે, જાણો શું છે કારણ.

Video : રવિચંદ્રન અશ્વિને એવું શું પૂછ્યું કે ડેવિડ વોર્નર થઈ ગયો ભાવુક?

IPL 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા ડેવિડ વોર્નરે તાજેતરમાં રવિચંદ્રન અશ્વિનને એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન IPL વિશે ચર્ચા થઈ હતી. તેની સાથે વાત કરતી વખતે અશ્વિને તેને આવો સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ આપતાં વોર્નર ભાવુક થઈ ગયો હતો.

IPL 2024 MI vs SRH: પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમો કઈ હશે? આજની મેચના પરિણામ બાદ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે

IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ચોથી ટીમ કઈ હશે તે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચના પરિણામ પછી લગભગ નક્કી થઈ જશે. આ મેચના પરિણામ બાદ ફેરબદલ થઈ શકે છે. હાલ KKR ટોપ પર છે જ્યારે RR બીજા અને CSK ત્રીજા સ્થાને છે. સોમવારે મુંબઈ અને હૈદરાબાદનો મુકાબલો છે અને આ મેચના પરિણામ બાદ ટોપ 4 ટીમોની સ્થિતિ વિશે પણ સ્પષ્ટતા થઈ જશે.

IPL 2024: મેચની અંતિમ બોલ પર ભુવનેશ્વર કુમારે ફેંક્યો મેજિકલ બોલ, રાજસ્થાન એક રને હાર્યું મેચ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાયેલ ભારે રોમાંચક મુકાબલામાં SRH એ RRને માત્ર 1 રને હરાવી યાદગાર જીત મેળવી હતી. મેચના અંતિમ બોલ પર રાજસ્થાનને જીતવા એક બોલમાં 2 રનની જરૂર હતી અને ભુવનેશ્વર કુમારે કમાલ બોલિંગ કરી હૈદરબાદને જીત અપાવી હતી.

IPL 2024: 8 છગ્ગા, 3 ચોગ્ગા…20 વર્ષીય નીતિશ રેડ્ડીએ રાજસ્થાન રોયલ્સ સામે મચાવી હતી, બનાવ્યો આ રેકોર્ડ

સનરાઈઝર્સ હૈદરાબાદના 20 વર્ષીય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ IPL 2024ની 50મી મેચમાં કમાલ કરી બતાવી. નીતિશ રેડ્ડીએ માત્ર 42 બોલમાં 76 રનની અણનમ ઈનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 8 સિક્સર ફટકારી હતી. રેડ્ડીની આ ઈનિંગના દમ પર જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 200 રનનો સ્કોર પાર કરી શકી હતી.

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">