વેબ સિરીઝ

વેબ સિરીઝ

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. જેમ કે સિરિયલ, મુવી, કાર્ટુન, ટિપ્સ એન્ડ ટ્રિક્સ. આટલું તો ચાલતું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી આમાં પણ એક નવા પીછાંનો ઉમેરો થયો છે અને આ નવું પીછું એટલે વેબ સિરીઝ.

એક વાત સમજીએ કે સિરિયલ અવિરત ચાલતી પ્રક્રિયા છે. તેના એપિસોડ ક્યારેય ખતમ નથી થતા. જ્યાં સુધી સિરિયલની TRP ઘટે નહીં કે મેકર્સ બંધ કરવાનું એલાન ન કરે ત્યાં સુધી તે સતત ચાલતું મનોરંજન છે. ફિલ્મ એટલે 2 થી 3 કલાક ચાલતું મનોરંજન. તેમાં કોઈ એપિસોડને જગ્યા નથી. તે થોડાક જ કલાકોમાં પુરુ થાય છે. હા, એ વાત અલગ છે કે તેના પાર્ટ આવતા રહે છે. જેમ કે, ફિલ્મ ટાઈગર, ધૂમ, ગોલમાલ, સિંઘમ વગેરે.

વેબ સિરીઝ એટલે સાદી ભાષામાં સમજીએ તો એ એક અલગ જ કન્ટેન્ટ છે. વેબ સિરીઝ એક કરતાં વધારે ભાગોમાં રિલીઝ થાય છે. તેની અમુક વખતે લિમિટ આવી જાય છે. પરંતુ સિરિયલની સરખામણીમાં નાની હોય છે. તેમાં ફિલ્મો કરતાં અમુક સીન એકસ્ટ્રા ફિલ્માવવામાં આવ્યા હોય છે. તેમાં ફિલ્મની જેમ કોઈ સર્ટિફિકેટ લેવાનું હોતું નથી. વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થાય છે. જેમ કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો, MX પ્લેયર, Sony Liv, Jio Cinema, Zee 5 વગેરે.

Read More

સ્કેમના બાદશાહ પર ફરી એક સિરીઝ લઈને આવી રહ્યા છે હંસલ મહેતા, જુઓ સ્કેમ 2010નું મોશન પોસ્ટર

'સ્કેમ 1992' અને 'સ્કેમ 2003' પછી હવે આ શોની ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. તેનું ટાઈટલ'સ્કેમ 2010: ધ સુબ્રત રૉય સાગા'રાખ્યું છે. વેબ સીરિઝ સ્કેમ 2010 તમલ બંદ્યોપાધ્યાય ના પુસ્તક સહારા ધ અનટોલ્ડ સ્ટોરી પર આધારિત છે.

કેમેરા સામે પીઠ, કમર એવી રીતે લચકાવી, ફેન્સ અદિતિની ચાલના બન્યા દિવાના, કામસૂત્ર સાથે જોડ્યું કનેક્શન

Heeramandi Aditi Rao Hydari look : હીરામંડીમાં અદિતિ રાવ હૈદરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેની એક ડાન્સ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેને જે રીતે પોતાની કમર લચકાવી છે, ફેન્સ વખાણ કરતા થાકતા જ નથી.

દાદા પીએમ રહી ચૂક્યા છે, પિતા મંત્રી, રાજકીય પરિવારમાંથી આવે છે મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલાએ સુભાષ ઘાઈની ફિલ્મ સૌદાગરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મનીષા પહેલી જ ફિલ્મથી દરેક ઘરમાં પોપ્યુલર થઈ ગઈ હતી. તેની આ અદા આજે પણ ચાહકોને પસંદ છે. તો આજે આપણે હિરામંડીમાં જોવા મળનારી મનીષા કોઈરાલાના પરિવાર વિશે વાત કરીશું.

’12 કલાક ગંદા પાણીમાં…’ મનીષા કોઈરાલાએ હીરામંડી માટે કરવું પડ્યું આ બધું કામ

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી' 1 મેથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. તેમાં ઘણી અભિનેત્રીઓ જોવા મળી હતી, જેઓ હવે સીરિઝ વિશે ઈન્ટરવ્યુ આપી રહી છે. તેમાંથી એક મનીષા કોઈરાલાએ પણ ઘણી બધી વાતો કહી છે. હવે તેણે એવો ખુલાસો કર્યો કે, એક સીન માટે તેણે 12 કલાક ગંદા પાણીમાં રહેવું પડ્યું.

હીરામંડીમાં ફ્રીમાં કોઈપણ રોલ કરવા તૈયાર હતી “આલિયા ભટ્ટ”, તો પછી ભણસાલીએ કેમ ના આપ્યું કામ?

'હીરામંડી' સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આલિયા ભટ્ટ આ સિરીઝનો ભાગ બનવા માંગતી હતી, પરંતુ ભણસાલીએ તેને આ સિરીઝમાં ના લીધી ત્યારે તેની પાછળનું કારણ શું હતું તેનો ખુલાસો થયો છે.

‘હેરી પોટર’ સ્ટાર બોલિવૂડમાં ડેબ્યૂ કરશે, ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી સાથે મળશે જોવા, જુઓ ફોટો

હંસલ મહેતા અને પ્રતિક ગાંધી ફરી એક વખત સાથે કામ કરી રહ્યા છે. આ વખત બંન્ને ગાંધી વેબ સિરીઝમાં સાથે જોવા મળશે. આ વેબ સિરીઝમાં અનેક હોલિવુડ સ્ટાર જોવા મળશે. જેમાં સૌથી મોટું નામ હેરી પોટર સ્ટાર ટૉમ ફેલ્ટનનું છે.

મનોજ બાજપેયી વેકેશન દરમિયાન ખેતી કામ કરતા હતા, આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે અભિનેતા

બોલિવુડનો સુપર સ્ટાર અભિનેતા મનોજ બાજપેયી આજે ઈન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યો છે. એક ખેડૂતના પુત્ર માટે બોલિવુડમાં કામ કમાવવું આસન ન હતુ. મનોજ બાજપેયીનો ડંકો બોલિવુડથી લઈ ઓટીટી પર વાગ્યો છે. તો આજે બાજપેયીના પરિવાર વિશે જાણીશું.

ઢોલ અને પખાવાજથી હીરામંડીના ગીત ‘આઝાદી’ને અપાયુ છે સંગીત, ગણિકાઓ અંગ્રેજો સામે લડતી જોવા મળી

સંજય લીલા ભણસાલી તેમના લેટેસ્ટ પ્રોજેક્ટર હીરામંડી ધ ડાયમંડ બજાર માટે સમાચારમાં છે. ટીઝર અને ટ્રેલર રીલિઝ થયા બાદથી આ સિરીઝે દર્શકોમાં આકર્ષણ જમાવ્યું છે. ફેન્સ હવે હીરામંડી ધ ડાયમંડ બજારની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન આઝાદી સિરીઝનું નવું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

સંજય લીલા ભણસાલી ‘હીરામંડી’ માટે કરોડો રુપિયાનો ચાર્જ લઈ રહ્યા છે, જાણો કેટલો ચાર્જ લેશે

ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની મલ્ટી સ્ટાર વેબ સિરીઝ હીરામંડીને જોવા સૌ કોઈ આતુર છે. હીરામંડી વેબ સિરીઝ 200 કરોડના બજેટમાં બની તૈયાર થઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વેબ સિરીઝ માટે ડાયરેક્ટરે પણ ચાર્જ લીધો છે.

મળશે મનોરંજનનો ડોઝ ! જાણો આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર કેટલી ફિલ્મો અને સિરિઝ થશે રિલીઝ

આ અઠવાડિયે ઘણી ફિલ્મો અને વેબ સીરિઝ OTT પર હિટ થવા જઈ રહી છે. આ લિસ્ટમાં સાઉથથી લઈને બોલિવૂડ અને હોલીવુડ સુધીની ફિલ્મો અને સિરીઝનો સમાવેશ થાય છે. તમે આને વિવિધ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો. આમાં અર્જુન રામપાલ, વિદ્યુત જામવાલની 'ક્રેક' સહિત અનેક નામ સામેલ છે.

હીરામંડીનું 200 કરોડ બજેટ 210 દિવસમાં 700 કારીગરોએ ભવ્ય સેટ બનાવ્યો, જુઓ ફોટો

રિપોર્ટ અનુસાર 'હીરામંડીઃ ધ ડાયમંડ બજાર'નો સેટ 210 દિવસમાં 700 કારીગરોએ બનાવ્યો હતો. 200 કરોડ રૂપિયામાં બનેલ 'હીરામંડી'નો સેટ ત્રણ એકરમાં બનાવવામાં આવ્યો છે. આ સીરિઝની રિલીઝને લઈ સૌ કોઈ ઉત્સાહિત છે.

હીરામંડી ટ્રેલર થયું રિલીઝ, વેબ સિરીઝથી 14 વર્ષ પછી કમ બેક કરી રહેલા ફરદીન ખાને કહી દીધી આવી વાત

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની 'હીરામંડી'ની ચર્ચા દરેક જગ્યાએ જોરશોરથી થઈ રહી છે. સંજય લીલા ભણસાલી આ વેબ સિરીઝ દ્વારા OTTની દુનિયામાં પદાર્પણ કરવા જઈ રહ્યા છે. 'હીરામંડી'નું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ જોયા પછી લોકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. તે જ સમયે ફરદીન ખાન પણ આ સિરીઝ દ્વારા કમબેક કરવા જઈ રહ્યો છે.

Airtel Xstream Fiber આપે છે એન્ટરટેઈનમેન્ટનું અનલિમિટેડ કન્ટેન્ટ, તમારા વીક એન્ડને બનાવશે શાનદાર

એરટેલ એક્સસ્ટ્રીમ ફાઈબર તમારા એક જગ્યા પર દરેક એન્ટરટેઈનમેન્ટ કરી શકે છે. તમારા એરટેલ સાથે કોઈ મુશ્કેલી વગર તમારી મનપસંદ ફિલ્મો અને વેબસિરીઝનો આનંદ માણો.

નોટ કરી લો આ તારીખ, જાણો સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’નું ટ્રેલર ક્યારે આવશે

Hiramandi trailer : હીરામંડી વેબ સિરીઝની દરેક જગ્યાએ ચર્ચા છે. આ સિરીઝના પોસ્ટર અને વિગતો શેર કરવામાં આવી રહી છે. હવે હીરામંડીનું ટ્રેલર પણ રિલીઝ માટે તૈયાર છે અને હવે વધુ રાહ બાકી નથી. આ સિરીઝનું ટ્રેલર ક્યારે અને કયા દિવસે રિલીઝ થશે તે પણ નિર્માતાઓએ જાહેર કર્યું છે.

ક્યારે રિલીઝ થાશે વેબ સિરીઝ ‘હીરામંડી’? 200 કરોડનું બીગ બજેટ, તારીખ થઈ છે ફિક્સ

સંજય લીલા ભણસાલી તેમની આગામી વેબ સિરીઝ 'હીરામંડી : ધ ડાયમંડ બઝાર' દ્વારા માત્ર ભારતીય દર્શકોનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના દર્શકોનું મનોરંજન કરવા જઈ રહ્યા છે. આ સિરિઝની રિલીઝ ડેટની જાહેરાત કરતી વખતે તેણે દાવો કર્યો છે કે આ સિરીઝ સાથે તે દરેકને એક અલગ દુનિયામાં લઈ જવાના છે.

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">