ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સફળ રહી તો ભારતીયોની ચિંતા થશે ખત્મ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક એવી ઈમીગ્રેશન નીતિ લાવવા ઈચ્છે છે. જે લાગૂ થવાથી લાખો ભારતીયોને ફાયદો થશે. એક મહત્વપૂર્ણ નિવેદનમાં ટ્રમ્પે દેશની ઈમિગ્રેશન નીતિમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત માટે પૂરી રીતે તૈયાર છે. જે વિદેશીઓની હાલની વ્યવસ્થા અને અન્ય લાયકાતના આધારે પસંદ કરવામાં આવશે.

હાલની વ્યવસ્થામાં કૌટુંબિક સંબંધોને આધારે પસંદગી કરવામાં આવે છે. તેનાથી હજારોની સંખ્યામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયોની સમસ્યા ખત્મ થઈ શકે છે. ટ્રમ્પના જમાઈ જેરેડ કુશ્નરની આ નવી યોજના મુખ્ય રીતે સરહદી સુરક્ષાને મજબૂત કરવા અને ગ્રીનકાર્ડ તથા કાયમી સ્થાયી નિવાસ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 

READ  ગામડાઓમાં સુરક્ષાની સ્થિતિ સુધારવા માટે સાબરકાંઠા પોલીસના 20 PSIની આઉટ પોસ્ટમાં બદલી

તેનાથી યોગ્યતા, ઉચ્ચ ડિગ્રી ધરાવતા અને વ્યવસાયિક લાયકાત ધરાવતા લોકો માટે ઈમીગ્રેશન નીતિને સરળ બનાવી શકાય. હાલમાં લગભગ 66 ટકા ગ્રીન કાર્ડ એ લોકોને આપવામાં આવે છે. જેમના કૌટુંબિક સંબંધો હોય અને ફક્ત 12 ટકા જ યોગ્યતા પર આધારિત છે.

આ પણ વાંચો: ઈન્ડિગોના સંસ્થાપકોની વચ્ચે શરૂ થયો વિવાદ, વિમાનની ઉડાન પર પડી શકે છે અસર

રાષ્ટ્રપતિ તેમના રિપબ્લિકન સાંસદોને આ મુદ્દે સમજાવવામાં સફળ રહેશે તો પણ સાંસદ નૈંસી પેલોસીના નેતૃત્વવાળા ડેમોક્રેટ અને બીજા નેતા આ નીતિના વિરોધમાં ઉભા છે પણ જો આ નીતિ અમલમાં આવશે તો ભારતીયોને ખુબ મોટો લાભ થશે.

READ  ચીનને છોડીને ભારત આવી શકે છે અમેરિકાની કંપનીઓ? દેશમાં વધશે રોજગારીની તકો

 

Health dept conducts search operation at sweet shops ahead of festive season | Tv9GujaratiNews

FB Comments